રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દ્વારકા જિલ્લામાંથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નવી મોવાણ ગામે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના દાંડીયા રાસમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા. જ્યારે બીજી તરફ સાસંદ સભ્ય પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે નવી મોવાણ ગામે ભીખુભાઇ ગોજીયા ના નિવાસ સ્થાને  ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રીસેપ્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રીસેપ્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

મોટી જન મેદની વચ્ચે નીતિ નિયમો નેવે મૂકીનેકાર્યક્રમ યોજાયો

ગીતા રબારી ના તાલ સાથે રાસ લેવામાં ભાજપના સાસંદ પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા. તમામ પ્રકારની ગાઈડલાઈનનો છડે ચોક ભંગ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ભીખુભાઈ ગોજીયા સમર્થ ગ્રુપ ઓફ કંપનીના આંગણે  નવી મોવાણ ગામે યોજાયેલા ભવ્ય રીસેપ્શન પ્રોગ્રામમાં ગીતા રબારી જેવા કલાકારોએ રાસની રમઝટ.બોલાવી હતી.

ગીતા રબારી જેવા કલાકારોએ રાસની રમઝટ.બોલાવી

કોરોના મહામારી વચ્ચે મોટી જન મેદની વચ્ચે નીતિ નિયમો નેવે મૂકીનેકાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગમાં તમામ પ્રકારના નિયમોના લીરે લીરા ઉડ્યા હતા. જ્યારે બીજી તરફ અનેક લોકો માસ્ક વિના લગ્ન રીસેપ્શન માં નજરે પડ્યા તો ભાજપના નેતા પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા અને સ્ટેજ પર ઉભા નજરે પડ્યા હતા. સામાજિક અંતર અને નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here