અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા પોલીસ જવાનના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.
કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા પોલીસ જવાનના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા
શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં ખાનગી ટ્રસ્ટ સાથે મળી સ્કેનિંગ ટેબલ શરૂ કરાયા છે. જ્યાં સ્ટાફ અને મુલાકાતીઓની તપાસ કરવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધીમાં 976 પોલીસ જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે.. તો વળી 11 પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા છે.