સુરત શહેરના પોલીસ કમિશનરના આદેશથી શહેરમાં વાહન ચોરીના સબંધિત ગુનાઓ કાઢવા માટે પોલીસ પ્રશાસન ને કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે અંતર્ગત પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે જેમના નામ મુકેશકુમાર રમેશભાઈ માંગરોળીયા અને દિવ્યેશ મધુભાઈ પટોળીયા ને ઝડપી પાડયા છે.

તેમની પાસે ચોરી કરેલી કુલ ૧૦ મોટરસાયકલ અને 21 બનાવટી આરસી બુક મળી આવેલી હતી.તેમને પોલીસે ઝડપી ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેમની પાસે કુલ કિંમત રૂ 654500 નો માલ કબ્જે કર્યો છે.

આમ સુરત શહેરમાંથી વર્ષ 2020માં ચોરી કરેલી જુદી મોટરસાયકલો પૈકી સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની 9 મોટરસાયકલો જેમાં એક મોટરસાયકલ સરથાણા પોલીસ વિસ્તારની હતી તથા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર 9 મોટરસાયકલો ઝડપી પાડી હતી.

આખા સુરતમાંથી જોવા જઈએ તો વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની બે મોટરસાયકલ, અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની બે મોટરસાયકલ,ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની એક મોટરસાયકલ અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારની એક મોટરસાયકલ મળી કુલ 24 ગુનાઓનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉપર જણાવેલા આરોપીઓ આ તમામ ગુનામાં સંડોવાયેલા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here