સુરત જિલ્લા કોર્ટ બહાર પ્રતિક ઉપવાસ કરનારા વકીલોની પોલીસે અટકાયત કરી છે. કોરોનાના કેર અને લોકડાઉનના કારણે છેલ્લા નવ માસથી સુરત જિલ્લા કોર્ટ દ્વારા માત્ર ઓનલાઈન કામગીરી જ કરવામાં આવી રહી છે. જેને ફિજીકલી કામગીરી શરૂ કરવાની માંગ સાથે વકીલોએ આજે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા.

જોકે પોલીસે ઉપવાસ કરનારા વકીલોની અટકાયત કરી છે.વકીલો દ્વારા જરૂરિયાત મંદ વકીલોને બે લાખ સુધીની રાજ્ય સરકાર લોન આપે તેવી પણ માંગ વકીલોએ કરી હતી. આ અંગે અગાઉ ડિસ્ટ્રીકટ કોર્ટના જજને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here