વિશ્વના નેતાઓ યુએનના ટોચના અધિકારીઓ તથા કોરોના રસી વિકસાવનારી કંપનીઓના ટોચના અધિકારીઓ યુએનના વડામથકે ત્રણ અને ચાર ડિસેમ્બરે યોજાઈ રહેલા યુનાઇટેડ નેશન્સના વિશેષ સત્રમાં ભાગ લેશે. તેઓ કોરોના મહામારીની અસરો વિશે વાત કરશે તથા દાયકાઓમાં આવેલી આ મોટી આરોગ્ય કટોકટીનો સામનો કરવા સહિયારા પ્રયાસ કરવા પર ભાર મુકશે.

ભારતમાંથી સેરમ ઇન્સ્ટિટયુટના અદર પુનાવાલા ચોથી ડિસેમ્બરે તેમના પૂર્વ રેકોર્ડેડ વિડિયો રજૂ કરીને આ સત્રમાં ભાગ લેશે. આ ઉપરાંત બાયોએનટેકના સ્થાપકો ઉગુર સાહિન અને ઓઝલેમ તુરેસી, ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીની ટીમ લીડર સારાહ ગિલ્બર્ટ અને ગાવીના સેથ ગર્કલે આ સત્રને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

રશિયાએ યુએનમાં તેની રસી સ્પુતનિકનું નિદર્શન કર્યું

કોરોના

દરમ્યાન રશિયાના આરોગ્ય પ્રધાને બીજી ડિસેમ્બરે યુએનમાં તેમની સ્પુતનિક ફાઇવ કોરોના રસીનું નિદર્શન યુએનના વડામથકે યોજ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીને સપ્ટેમ્બરમાં યુએન મહાસબાને સંબોધતાં સંગઠનના તમામ કર્મચારીઓને રશિયાની રસી મફત મુકી આપવાની ઓફર કરી હતી.

દરમ્યાન ક્રોશિયાના વડા પ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિકને કોરોનાનો ચેપ લાગ્યો છે. થોડા દિવસ પહેલાં જ તેમના પત્નીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ઓક્ટોબર મહિનાથી આવેલાં કોરોનાના મોજાને કારણે સરકારના પાંચ પ્રધાનોને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. વડા પ્રધાને ઘરે સેલ્ફ આઇસોલેશનમાં રહી કામ કરે છે.

દરમ્યાન વિયેટનામમાં 89 દિવસમાં પહેલો કોરોના કેસ નોંધાયો છે. 32 વર્ષનો માણસ જાપાનથી પખવાડિયા પૂર્વે પરત આવ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમ્યાન દુનિયામાં કોરોનાના નવા 1,67,870 કેસો નોધાવા સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 64,354,373 થઈ હતી. જ્યારે 4344 જણાના મોત થવા સાથે કુલ મરણાંક વધીને 14,90,280 થયો હતો.

ભારત અને રશિયામાં કોરોનાની સ્થિતિ

કોરોના

આજે ભારતમાં આઠ હજાર કરતાં વધારે કોરોનાના નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 95 લાખના આંકડાને પાર કરી ગઈ હતી. ભારતમાં 120 જણાના મોત થવા સાથે કુલ મરણાંક વધીને 1,38,280 થયો હતો. જોકે, રશિયામાં આજે 25 હજાર કરતાં વધારે નવા કેસો નોંધાયા હતા અને 590 જણાના મોત થયા હતા.

કોરોનાના કારણે પ્રવાસન ઉદ્યોગ બંધ પડતાં લિસ્બન, ઇંગ્લેન્ડ અને વેનિસમાં પ્રવાસીઓના ફ્લેટોને સસ્તા ઘરો તરીકે ખપમાં લેવામાં આવી રહ્યા છે. લિસ્બનમાં 20,000 ટુરિસ્ટ ફ્લેટોને એક હજાર યુરોના ભાડાંતી પાંચ વર્ષ માટે ભાડે આપવામાં આવી રહ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડમાં બેઘરોને 3300 ઘરો મે મહિના સુધીમાં ઉપલબ્ધ કરી આપવામાં આવશે. જ્યારે વેનિસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફ્લેટો ભાડે આપવામાં આવ્યા છે.

ઝુમના વેચાણમાં ચાર ગણો વધારો નોંધાયો

કોરોના મહામારીને કારણે સૌથી વધારે લાભ વિડિયો કોન્ફરન્સિંગ કંપની ઝુમને થયો છે. ઓક્ટોબરમાં પુરા થયેલાં ક્વાર્ટરમાં તેમની રેવન્યુ વધીને ચાર ગણી થઈ ગઈ છે. એક વર્ષ અગાઉ 167 મિલિયન ડોલરની રેવન્યુ ધરાવતી ઝુમ કંપનીની રેવન્યુ વધીને 777 મિલિયન ડોલર થઈ છે. કોરોના મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધતાં આ સાનફ્રાન્સિસ્કો સ્થિત કંપનીની ઓનલાઈન વિડિયો કોન્ફરન્સિંગ સેવાની માગમાં ધરખમ વધારો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here