ચીનનું ચાંગ-5 રોબોટિક અવકાશયાને ચંદ્રની સપાટી પરથી સફળતાપૂર્વક ઉતરાણ કર્યા બાદ ડ્રિલિંગ કરીને રેત-ખડકોના સેમ્પલ લીધા હતા. આ પછી યાનના રોબોટિક હાથ વડે પણ સપાટી પરથી વિવિધ સેમ્પલ લઈને તેને કન્ટેનરમાં સીલ કરવામાં આવ્યા હતા.આ સાથે 1970ના દશક બાદ પહેલી વખત ચંદ્રની રેત-ખડકોના સેમ્પલ લેવામાં આવ્યા હોય તેવી ઘટના નોંધાઈ હતી. ચાંગ-5 કુલ મળીને બે કિલોગ્રામ જેટલા સેમ્પલ લઈને પૃથ્વી પર પરત ફરશે.

ચીનનું ચાંગ-5 ચંદ્રના એ વિસ્તારમાં ઉતર્યુ જ્યાં કોઇ દેશનું મિશન નથી પહોંચ્યુ

ચીન

મિશનની સફળતા અંગે નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતુ કે, અમારૂ માનવરહિત યાન ચાંગ-5 ચંદ્રના એ વિસ્તારમાં ઉતર્યું હતુ, જ્યાં પૂર્વે કોઈ પણ દેશનું મિશન પહોંચ્યું નહતુ. આ વિસ્તારને ઓસેનિયસ પ્રોસેલ્લારૂમ (તોફાનોના મહાસાગર) તરીકેની ઓળખ આપવામાં આવી છે. પૃથ્વી પરથી ઉડાન ભરવાની સાથે કુલ 112 કલાકનો પ્રવાસ ખેડીને ચંદ્ર પર પહોંચ્યું હતુ.

ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ યાને સૌપ્રથમ સપાટી પર ડ્રિલિંગ કરીને સેમ્પલ એકઠા કર્યા હતા અને તેને પરોઢે 4:53 વાગ્યે સીલ કર્યા હતા. ચીનની ચંદ્રની દેવી પરથી આ યાનનું નામ ચાંગ-5 રાખવામાં આવ્યું છે. મિશનના ડેપ્યુટી ચીફ ડિઝાઈનરે કહ્યું કે, અમે બે પ્રકારે ચંદ્ર પરથી સેમ્પલ એકઠા કરવાનું નક્કી કર્યું હતુ અને તે અનુસાર પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે.

યાન સફળતાપૂર્વક પૃથ્વી પર આવશે તો સેમ્પલ લાવનાર ત્રીજો દેશ બનશે ચીન

સેમ્પલ એકઠા કરવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ચાંગ-5 ચાલુ મહિને જ મોંગોલિયન વિસ્તારમાં ઉતરાણ કરશે, તેમ નાસાએ જણાવ્યું હતુ. જો આ યાન સફળતાપૂર્વક પૃથ્વી પર આવશે તો ચીન અમેરિકા અને સોવિયત યુનિયન બાદ ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પર લાવનારો ત્રીજો દેશ બની જશે.

અમેરિકા1969 અને 1972ના મિશનોમાં કુલ મળીને 382 કિલો અને સોવિયત યુનિયન 1976માં 170.1 ગ્રામ જેટલા ચંદ્રના સેમ્પલ પૃથ્વી પર લાવ્યા છે. વૈજ્ઞાાનિકો માને છે કે, આ સેમ્પલનો અભ્યાસ કરવાથી તેમને ચંદ્રની રચના, તેના પરની વિવિધ ખનીજોની સાથે સાથે તેની વોલ્કેનિક એક્ટિવીટીની પણ માહિતી પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here