હાલમાં થાઈલેન્ડના સંસદ ભવનમાં સભા ચાલી રહી છે ત્યારે એક સાંસદે સંસદમાં એવી કરતુત કરતા કેમેરામાં કેદ થયા કે, તેમને પોતાની જ કરતૂત પર શરમથી પાણી પાણી થવાનો વારો આવ્યો. આ સાંસદ સંસદમાં અશ્લીલ તસવીરો(Porn Pictures) જોતા કેમેરામાં કેદ થયા હતા. બજેટ પર ચર્ચા અગાઉ સાંસદ મહોદયની આ અનૈતિક કરતૂતને પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જયારે સંસદ સભા બાદ જ્યારે પૂછવામાં આવ્યું તો જવાબ સાંભળીને પત્રકારોએ પણ પોતાના માથા પકડી લીધા.

ગઈકાલના રોજ થાઈલેન્ડની સંસદ સભામાં બજેટ પર ચર્ચા થઈ રહી હતી. આ સંસદ સભાના કારણે બધા સભ્યો તૈયારીમાં વ્યસ્ત હતાં. આ બધા વચ્ચે સાંસદ સોન્નાથેપ અનુવત (Ronnathep Anuwat)પોતાના મોબાઈલ પર કઈક જોવા લાગ્યા. પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકારોની જ્યારે તેમના પર નજર ગઈ તો તેમણે સાંસદને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ફોટો ઝૂમ કરતા જોવા મળ્યું કે, રોન્નાથેપ અનુવત બજેટ રિડિંગ વાંચવાની જગ્યાએ પોતાના ફોનમાં અશ્લીલ તસવીરો જોવામાં તલ્લીન થઈ ગયા હતા.

માસ્ક પણ ઉતારી નાખ્યું
થાઈલેન્ડની સંસદ સભામાં સાંસદ અનુવત અશ્લીલ તસવીરો જોવામાં એટલા તલ્લીન થઈ ગયા કે, તેમણે પોતાનું માસ્ક પણ ઉતારી નાખ્યું. અત્રે જણાવવાનું કે, સત્તાધારી પાલાંગ પ્રછારાથ પાર્ટી (Palang Pracharath)ના ચોનબુરી પ્રાંતના તેઓ સાંસદ છે. આ ઘટના સામે આવ્યા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. જો કે હજુ સુધી સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here