જાણીતી ફૂડ ચેઈન બર્ગરકિંગે લોકોને માલામાલ કરી દીધા છે. બર્ગરકિંગના IPOએ પહેલા જ દિવસે કમાલ કરી બતાવી છે. બર્ગરકિંગનો IPO પહેલાં જ દિવસે કુલ 3.13 ગણો છલકાઇ ગયો હતો. તે પૈકી રિટેલ પોર્શન 15.54 ગણો, ક્યૂઆઇબી 0.167 અને એનઆઇઆઇ પોર્શન 0.71 ગણો ભરાયો હતો.

બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 59-60ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 6 કરોડ શેર્સના IPO સાથે 2જી ડિસેમ્બરથી મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ 4થી ડિસેમ્બરે બંધ થશે.

આજે પહેલાં જ દિવસે રિટેલ રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડવા સાથે રિટેલ પોર્શન 15.54 ગણો છલકાઇ ગયો હતો. રેસ્ટોરાંની સંખ્યાને આધારે ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇન્ટરનેશનલ QSR ચેઇન પૈકીની એક ગણાતી કંપની કુલ રૂ. 810 કરોડનો ઇશ્યૂ યોજી રહી છે. તેમાંથી QSR એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

ન્યૂનતમ 250 અને ત્યારપછી 250 શેર્સના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 810 કરોડ (13.50 કરોડ શેર્સ)ની છે. તેમાંથી રૂ. 450 કરોડ (7.5 કરોડ શેર્સ)નો ફ્રેશ ઇશ્યૂ તેમજ ઓફર ફોર સેલ રૂ. 360 કરોડ (6 કરોડ શેર્સ)ની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here