અમેરિકાની ટોચની આઇટી કંપનીઓ અને હજારો ભારતીય પ્રોફેશનલો માટે રાહત આપતા અમેરિકન કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા પ્રસ્તાવિત H-1Bના નવા નિયમો પર સ્ટે મૂકી દીધો છે.આ પ્રસ્તાવ વિદેશી કર્મચારીઓની નિમણૂંક કરવાની અમેરિકન કંપનીઓની ક્ષમતાને અસર કરતી હતી. H-1B વિઝા એક નોન ઇમિગ્રેશન વીઝા છે જે અમેરિકન કંપનીઓને વિશેષ વ્યવસાય માટે વિદેશી કર્મચારીઓની નિમણૂક કરવાની મંજૂરી આપે છે. આ વિઝા હેઠળ એવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે જેમની પાસે સૈદ્ધાંતિક કે ટેકનિકલ જ્ઞાન હોય છે.

અમેરિકામાં 6 લાખ H-1B વિઝાધારકો

સામાન્ય રીતે આ વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તેને રિન્યુ કરવામાં આવે છે. હાલમાં અમેરિકામાં 6 લાખ H-1B વિઝાધારકો છે. જે પૈકી મોટે ભાગે અમેરિકા અને ચીનના છે.

23 પાનાના આદેશમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રી વ્હાઇટે ટ્રમ્પ વહીવટીતંત્રની એ નીતિ પર સ્ટે મૂકી દીધો છે જેમાં અમેરિકન કંપનીઓેને H-1B વિઝા પર નોકરી પર રાખવામાં આવતા વિદેશી કર્મચારીઓને વધારે પગાર ચૂકવવો પડતો.

જજે ટ્રમ્પ વહીવટી તંત્રના વધુ એક નિયમ પર સ્ટે મૂકી દીધો

H-1B

આ ઉપરાંત આ જજે ટ્રમ્પ વહીવટી તંત્રના વધુ એક નિયમ પર સ્ટે મૂકી દીધો છે જે યુએસ ટેકનોલોજી કંપનીઓ અને અન્ય નોકરીપ્રદાતાઓ H-1B વિઝાની યોગ્યતાને ઘટાડતો હતો. આ ચુકાદા પછી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો રોજગાર અને અન્ય મુદ્દા પર સાત ડિસેમ્બરથી અમલમાં આવનાર નિયમ હવે અમાન્ય થઇ ગયો છે. શ્રમ મંત્રાલયનો પગાર અંગેનો આઠ ઓક્ટોબરથી અમલમાં આવેલો નવો નિયમ પણ હવે માન્ય રહેશે નહીં. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ, બે એરિયા કાઉન્સિલ અને સ્ટેનફોર્ડ સહિતની યુનિવર્સિટીઓે દ્વારા ટ્રમ્પના એચ-1બી વિઝા અંગેના નવા નિયમોને અમેરિકાની કોર્ટમાં પડકારવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here