કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતોનું આનોલાન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ટ નેતા પ્રકાશ સિંહ બદલે કૃષિ કાયદાનો વિરોધ કરતા પોતાને મળેલ પદ્મ વિભૂષણનું સન્માન પરત કરી દીધું છે.
પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિને લખ્યો ત્રણ પન્નાનો પત્ર
પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પન્નાનો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ, ખેડૂતો પર લેવાયેલા પગલાંની નિંદા કરી હતી અને તેની સાથે જ પોતાને મળેલ રાષ્ટ્રીય સન્માન પરત કરી દીધું હતું.
ખેડૂતો માટે પરત કર્યું રાષ્ટ્રીય સન્માન
પોતાનું પદ્મ વિભૂષણનું સન્માન પરત કરતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે લખ્યું હતું કે, ‘હું એટલો ગરીબ છું કે ગરીબ ખેડૂતો માટે કુરબાન કરવા માટે મારી કઈ નથી અને જે કાંઈ પણ છું તે માત્ર અને માત્ર ખેડૂતોને કારણે જ છું. એવામાં જો ખેડૂતોની અપમાન થઇ રહ્યું હોય તો કોઈપણ પ્રકારનું સન્માન રાખવાથી કોઈ ફાયદો નથી.’
ખેડૂતો સાથે દગો અત્યંત દયનિય
પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે કિસાનો સાથે જે રીતે દગો કરવામાં આવ્યો છે તેનાથી તેઓ અત્યંત દુઃખ થયું છે. ખેડૂતોના આંદોલનને જે રીતે ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે તે દયનિય છે.