બ્રિટન (Britain)માં કોરોના રસી (Corona Vaccine) ફાઇઝર (Pfizer)ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે અને આવતા સપ્તાહથી ઉપલબ્ધ થશે. આ બધાની વચ્ચે ભારતમાં પણ ડિસેમ્બરના અંત સુધીમાં કે આવતા વર્ષની શરૂઆતના મહિનામાં દેશી રસીને મંજૂરી મળવાની આશા છે. એમ્સ (AIIMS)ના ડાયરેકટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria)એ કહ્યું કે તેમને આશા છે કે આ મહિનાના અંતથી લઇ આવતા મહિનાની શરૂઆતમાં કોવિડ-19 વેક્સીનની ઇમરજન્સી માટે ઉપયોગની મંજૂરી મળી શકે છે.

આવતા મહિના સુધીમાં ભારતમાં રસીને મળી શકે મંજૂરી!

તેમણે કહ્યું કે આપણી પાસે એવી વેકસીન છે જે ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. એવી અપેક્ષા છે કે ભારતીય નિયમનકાર તેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે. ત્યારબાદ અમે લોકોને રસી આપવાનું શરૂ કરી દઇશું. તેમણે કહ્યું, ‘આ રસી સુરક્ષિત છે તે સાબિત કરવા અમારી પાસે વધુ ડેટા છે કે આ રસી સલામત છે. રસીની સેફટી સાથે કોઇ સમજૂતી કરાશે નહીં.

આપને જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ Indiaફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ની કોવિશિલ્ડ રસીને લઇ ચેન્નાઇમાં વોલેન્ટિયરે રસીની આડઅસરનો આરોપ લગાવીને 5 કરોડ રૂપિયાનો વળતરની માંગણી કરી હતી. જોકે, કંપનીએ આ વાતનો ઇનકાર કર્યો હતો. ગુલેરિયાએ કહ્યું, ’70-80 હજાર વોલેન્ટિયર્સને આ રસી આપવામાં આવી છે અને કોઈએ પણ આ રસીના ગંભીર પરિણામો જોયા નથી અને રસી સુરક્ષિત છે.

કોવિશીલ્ડ ટ્રાયલ વિવાદ પર ગુલેરિયાનું મોટું નિવેદન

ચેન્નાઇ ટ્રાયલ દરમ્યાન વોલેન્ટિયરના આરોપો પર ગુલેરિયાએ કહ્યું કે આ રસીના લીધે નહીં થયું હોય પરંતુ તેનું કોઇ બીજું કારણ હશે. અમે મોટી સંખ્યામાં લોકોની રસી આપી છે. કેટલાંક લોકોને અન્ય બીમારીઓ હોઇ શકે છે પરંતુ આ રસીથી સંબંધિત હોઇ શકે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here