યુનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી થતુ આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણીવાર એવુ જોવા મળે છે કે આધાર કાર્ડ ગુમ થઇ જાય છે અથવા તો ચોરી થઇ જાય છે. તેવામાં કાર્ડધારક તેને પરત મેળવવા માગે છે પરંતુ તે સમયે સમજી નથી શકતા કે આગળ શું કરવું અને શું નહી.

આધાર ગુમ થઇ જાય તો શું કરશો?

આધાર ગુમ થઇ જાય તો તેની સૉફ્ટ કૉપી મેળવવી સૌથી સરળ છે પરંતુ તેના માટે એનરોલમેન્ટ સ્લિપની જરૂર પડશે. જો કે એનરોલમેન્ટ સ્લિપ કાર્ડધારકને આધાર કાર્ડ માટે પહેલીવાર અપ્લાય કરતી વખતે મળે છે. તેવામાં સમય સાથે આ સ્લીપ સંભાળીને રાખવી પણ મુશ્કેલ છે. મોટાભાગના લોકોને તો આ સ્લીપનો શું યુઝ છે તે અંગે પણ જાણકારી નથી હોતી.

જો એનરોલમેન્ટ નંબર હોય તો આધાર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આધારની ડાઉનલોડ કૉપી પણ પ્રિન્ટ કૉપીની જેમ જ માન્ય છે. સાથે જ જો તમારુ આધાર કાર્ડ ચોરી થઇ જાય અને તમારી પાસે એનરોલમેન્ટ સ્લિપ પણ નથી તો પરેશાન થવાની જરૂરી નથી. યુનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

આધાર

UIDAIઅનુસાર તમે 1947 પર કૉલ કરીને એનરોલમેન્ટ આઇડીની જાણકારી મેળવી શકો છો. આ ઉપરાંત કાર્ડધારક યુઆઇડીએઆઇની વેબસાઇટની આ https://resident.uidai.gov.in/lostuideied લિંક પર વિઝિટ કરીને પણ એનરોલમેન્ટ આઇડી મેળવી શકો છો.

જણાવી દઇએ કે UIDAIકાર્ડધારકોને આધાર રિપ્રિન્ટની સુવિધા આપે છે. યુઆઇડીએઆઇની વેબસાઇટ અને આધાર કેન્દ્રમાં જઇ તેના માટે અપ્લાય કરી શકાય છે. 15 દિવસની અંદર કાર્ડ ડિલીવર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here