લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. તેવામાં બે દિવસ અગાઉ પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી અને અફઘાનિસ્તાનના યુવાન બોલર નવીન ઉલ હક વચ્ચે ચકમક ઝરી હતી. બોલિવૂડના કિંગ ખાન સલમાન ખાનના ભાઈ સોહૈલ ખાનની માલિકીની ટીમ કેન્ડી ટસ્કર્સ માટે રમી રહેલા નવીન ઉલ હક અને ગોલ ગ્લેડિયેટર્સ માટે રમતા શાહિદ આફ્રિદી વચ્ચે તકરાર થઈ હતી.

આફ્રિદી

મોહમ્મદ આમિર અને નવીન ઉલ હક બાખડી પડયા

હકીકતમાં પાકિસ્તાની બોલર મોહમ્મદ આમિર અને નવીન ઉલ હક બાખડી પડ્યા હતા પરંતુ મેચને અંતે શાહિદ આફ્રિદીએ નવીન ઉલ હકને સલાહ આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે મેં જયારે રમવાની શરૂઆત કરી ત્યારે તું પેદા પણ થયો ન હતો.

નવીન-આફ્રિદી વચ્ચે તું તું મેં મેં

આ ઉપરાંત એમ મનાય છે કે આ બંને વચ્ચે વધુ પડતી કોમેન્ટ થઈ હતી. કદાચ અફઘાનિસ્તાન વિશે વાત થઈ હતી  આફ્રિદીએ જણાવ્યું હતું કે મારી સાદી અને સરળ સલાહ હતી કે મેચ રમો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરો નહી. અફઘાનિસ્તાનમાં મારા મિત્રો છે, અમારી વચ્ચે સારા રિલેશન છે.

આફ્રિદીને નવીનની સલાહ

જોકે આ સાંભળીને નવીન ઉલ હક ચૂપ રહ્યો નહીં. તેણે કહ્યું હતું કે હું હંમેશાં સલાહ લેવા અને આદર આપવા તૈયાર છું.  ક્રિકેટ ભદ્રજનોની રમત છે પણ જો કોઈ કહે કે તમે મારા પગ તળે છો અને ત્યાં જ રહેશો તો તેઓ આ વાત મને જ નહીં પરંતુ મારા દેશને કહે છે. તમારે આદર જોઇતો હોય તો આદર કરતા શીખો. આદર લો અને આદર આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here