ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણના યોગી સરકારના પ્રયાસો સામે મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવેસના સતત પ્રહાર કરી રહી છે. હવે વેબ સિરિઝ મિર્જાપુરનું ઉદાહરણ સામે રાખીને શિવસેનાએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રલેખમાં યોગી સરકાર પર કટાક્ષ કર્યો છે કે પહેલાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું સ્ટાન્ડર્ડ તો સુધારો, પછી ફિલ્મ નગરી સ્થાપવાનું સપનું સેવજો. સામના લખવામાં આવ્યું છે કે વેબ સીરિઝમાં જે બતાવવામાં આવેલા પ્રસંગ યુપીની વાસ્તવિકતા છે.અને હવે મુંબઇમાં મિર્જાપુર-થ્રી બનવાની તૈયારી છે.

સાથે એમ પણ કહ્યું કે મુંબઇમાંથી ફિલ્મ સિટીને લઇ જવાની કોઇના બાપ માટે સંભવ નથી. સામનામાં લખ્યું કે હકીકત બદલવાની જવાબદારી યોગી સરકારની છે. માત્ર દિવાલો ઉભી કરી દેવાથી સ્થિતિ નહીં બદલે. સામનામાં લખ્યું કે મુંબઇમાંથી ફિલ્મ સિટી અને ઉદ્યોહ ઉઠાવીને લઇને જવો તે કોઇ બાળકના હાથમાંથી ચોકલેટ છિનવીને લઇ જવા જેટલું સરળ નથી. શિવસેનાએ તો આ મુદ્દે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓનો મત પણ પૂછી લીધો.અને સવાલ કર્યો કે શું મુંબઇ આવેલા યોગીને તેમનું સમર્થન છે. ભાજપે આ વાત સ્પષ્ટ કરવી જોઇએ. તો બીજી તરફ યોગી સરકારના કેબિનેટ મિનિસ્ટર સિદ્ધાર્થનાથ સિંહે શિવસેનાના પર પલટવાર કર્યો. સિદ્ધાર્થનાથે કહ્યું કે સીએમ યોગીના મુંબઇ પ્રવાસથી ઉદ્ધવ ઠાકરેની ઉંઘ ઉડી ગઇ છે. સામનામાં જે ભાષાનો ઉપયોગ થયો છે તે નિંદનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here