દિવાળી બાદ કોરોનાએ કહેર મચાવી રાખ્યો છે જ્યારે સુરત (Surat)માં કોરોનામાં અસંખ્ય કેસનો વધારો નોંધાઇ રહ્યો છે. તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન (Containment Zone)માં પણ બમણો વધારો થયો છે. આ વચ્ચે કોરોના રેપિડ ટેસ્ટની પોલ ખોલતો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયો (Viral Video) સુરતનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમા ટેસ્ટ કર્યા વગર જ કીટનો ઉપયોગ કરાય છે. વીડિયોમાં ટેસ્ટિંગ વાનના કર્મચારીની કરતૂત સામે આવી છે. જેમા નેગેટિવ ટેસ્ટ દર્શાવવા પ્રવાહીના સેમ્પલ લેવામાં આવે છે.
સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોના ટેસ્ટિંગની પોલ ખોલતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા કોરોનાના ખોટા ટેસ્ટિંગ દર્શાવવા ખેલ કરાતો હોવાનું જાણવા મળે છે. આ વીડિયો સુરતનું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે પરંતુ સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોનું પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં તમે જોઇ શકો છો કે ટેસ્ટિંગ વાનના કર્મચારીની કરતૂત સામે આવી છે. જેમા તે ટેસ્ટ કર્યા વગર કીટનો ઉપયોગ કરે છે. તેમજ ટેસ્ટ નેગેટિવ દર્શાવવા પ્રવાહી સેમ્પલનો ઉપયોગ કરી રહ્યો છે.
આ કર્મચારી ટેસ્ટ કર્યા વગર જ કીટનો ઉપયોગ કરી રહ્યો છે. જોકે આ વીડિયો જોઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કીટનો ખોટો ઉપયોગ દર્શાવી ઓછા કેસ જાહેર કરાયા છે. શું આ રીતે જ લોકોના જીવ સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ આ વીડિયો જોતા લાગી રહ્યું છે કે તંત્ર હજી ઉંઘમાં છે કે પછી જાણી જોઇને કેસના આંકડા ઓછા દર્શાવવા કીટનો આ રીતે ઉપયોગ કરાય છે.