ઉત્તર પ્રદેશના મુખ્યમંત્ર યોગી આદિત્યનાથે પોતાના આવાસ પરથી વિડીયો કોન્ફરંસ દ્વારા UP ના વિકાસ કાર્યોની સમીક્ષ કરી હતી. તેમાં ફિલ્મ સિટીનું નિર્માણ કરતા તેમણે જણાવ્યુ હતુ કે વર્તમાન પરિસ્થિતિમાં દેશને એક સારા ફિલ્મ સિટીની જરૂર છે. ઉત્તર પ્રદેશ તેની જવાબદારી લેવા માટે તૈયાર છે.

સીએમ યોગીએ જણાવ્યુ હતુ કે અમે એક ઉમદા ફિલ્મ સિટી તૈયાર કરીશું. ફિલ્મ સિટી માટે નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસ વે સારો રહેશે. આ ફિલ્મ સિટી ફિલ્મ નિર્માતાઓ માટે એક સારો વિકલ્પ બનીને રહેશે. તેમજ રોજગારની નજરે પણ સારો અને ઉપયોગી પ્રસાય સાબિત થશે.

આ સિવાય તેમણે સરકારી આવાસ યોજના અને સ્માર્ટ સિટી યોજના વિશે પણ વાતો કરી હતી. તેમણે મેરઠ મંડલના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. જેમા ગાઝિયાબાદમાં જનપ્રતિનિધિના પ્રશિક્ષણ માટે કેન્દ્રના નિર્માણની જલદી તૈયારી કરવાના નિર્ણય તેમણે આપ્યા હતા. તેમજ મેરઠ અને ગાઝિયાબાદને સ્માર્ટસિટીના રૂપમાં વિકસિત કરવાની યોજના વિશે જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here