અભિનેતા શેખર સુમન (Shekhar Suman)  છેલ્લા ઘણા સમયથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Raput)ના મામલામાં ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તે આ મામલામાં સતત સોશિયલ મીડિયા (Social Media) ઉપર લખી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે સુશાંતસિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના મોત મામલામાં હવે કોઈ ચમત્કાર કે જાદુની રાહ જોઈ રહ્યા છે. અને હવે તેની પાસે ન્યાય માટે કોઈ વસ્તુ બચી છે તો તે છે પ્રાર્થના.

 શેખર સુમને પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) ઉપરથી ટ્વિટ કરી કહ્યું કે, ઘણા લોકો મને મળે છે જે મને સુશાંતને લઈને સવાલ કરે છે અને હું જવાબ આપું  છું કે કદાચ મારા પાસે પણ તેનો જવાબ હોત. આશા અને પ્રાર્થના કરવા સિવાય આ મામલામાં એક દિવસ ચમત્કાર થશે.

 કેટલાક દિવસ પહેલા અભિનેતાએ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર આરોપ લગાવ્યો હતો કે તે સુશાંત મામલાને જરૂરી કવરેજ નથી આપી રહ્યા. તેણે કહ્યું હતું કે, સમચારોમાં કોઈપણ પ્રકારના અપડેટ નથી. ટીવી ચેનલોમાંથી આ મામલો ગાયબ થઈ ગયો છે. ક્યાંય પણ કોઈપણ ચર્ચા નથી થઈ રહી.

શેખર સુમન (Shekhar Suman)  ને લાગે છે કે CBI, NCB, ED જેવી તપાસ એજન્સીઓ પૂરતા પૂરવા ન હોવાના કારણે કંઈ કરી શકતી નથી. હાલમાં જ તપાસની હાલની સ્થિતિ વિશે પોતાનો મત શેર કરતા શેખર સુમને ટ્વિટ કર્યુ હતું. તેમાં કહ્યું કે, મને લાગે છે કે સુશાંત મામલામાં CBI, NCB અને ED આ ત્રણેય વિભાગે પૂછપરછ, તપાસ અને ધરપકડ કરીને એક સારૂ કામ કર્યું છે. પરંતુ મને લાગે છે કે પૂરતા પૂરાવા ન હોવાના પગલે તે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. એટલા માટે હવે આપણે માત્ર રાહ જોવાની રહી છે. અને એ પણ જોવાનું છે કે શું તે લકી સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here