ઘણીવાર તમે જોયું જ હશે કે સ્માર્ટફોન (Smart Phone) નો સતત ઉપયોગ કરવા પર તે કામ કરતી વખતે અચાનક અટકી જાય છે. આવી સ્થિતિમાં ફોનનું ટચ (Phone Touch) પણ કામ કરવાનું બંધ કરે છે. આ પછી ઘણા પ્રયત્નો કર્યા પછી પણ ફોન ફરીથી કામ કરતો નથી. જો તમારા સ્માર્ટફોનમાં પણ આવી સમસ્યા છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે, તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીશું, જેના દ્વારા તમે સ્ક્રીનને ફરી ચાલું કરી શકો છો.

ઘણી વખત આપણે ફોનની સ્ક્રીનને ઓઈલી હાથથી પકડી રાખીએ છીએ અથવા જ્યારે ફોનમાં વારંવાર પરસેવો (Sweat) લાગે છે ત્યારે ફોનનું ટચ કામ કરવાનું બંધ કરે છે. આ માટે તમે ફોનને સ્વચ્છ હાથથી પકડો. આ સિવાય કાપડના ટુકડાથી સમય-સમય પર સ્ક્રીન સાફ રાખો.

જ્યારે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન કામ કરવાનું બંધ કરે તો સૌ પ્રથમ તેમાં તરત જ સ્ક્રીન કવર દૂર કરો. આ એટલા માટે છે કે ઘણી વખત ડિસ્પ્લે કવર (Display Cover) ના લીધે સ્પર્શ કામ કરવાનું બંધ કરે છે.

જો તમારો ફોન હેંગ (Phone Hang) થાય છે તો તરત જ તેને રી સ્ટાર્ટ કરો. જણાવી દઈએ કે રી સ્ટાર્ટ કરવાથી ફોન પહેલાની જેમ કાર્ય કરે છે. ઉપરાંત ફોનમાં ચાલતી બેકગ્રાઉન્ડ એપ્લિકેશનો પણ બંધ થઈ જાય છે.

જો તમે રી સ્ટાર્ટ પછી પણ સ્માર્ટફોન રિકવર ન થાય તો પછી તેને રિકવર મોડમાં મૂકો. ફોનને રિકવર કરવા માટે, ‘પાવરઓફ’ બટન (Power Off Button) અને વોલ્યુમ અપ બટન (Volume up Button) એક સાથે દબાવો અને જ્યારે Android નો વિકલ્પ આવે ત્યારે પાવર બટનને છોડી દો. આ પછી વોલ્યુમ બટનની સહાયથી ડેટા ઈરેઝ કરો અને પાવર બટન દબાવો. આ સરળ પગલાંને અનુસરીને તમે તમારા ફોનને ચાલું કરી શકો છો.

આપણા સ્માર્ટફોનમાં એવી ઘણી એપ્સ હોય છે, જેની આપણને જરૂર નથી હોતી તે કોઈ કારણ વગર ફોનમાં રહે છે. જે આપણા ફોનને ધીમો બનાવે છે. જ્યારે આપણો ફોન બંધ હોય ત્યારે પણ આવી એપ્લિકેશનો ચાલુ રહે છે, જેના કારણે ફોન હેંગ થઈ જાય છે. જો તમારા મોબાઇલમાં પણ અનિચ્છનીય એપ્લિકેશનો છે, તો તરત જ તેને કાઢી નાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here