નવસારીના તવડી ગામના તળાવના વિવાદમાં ગ્રામજનોને ડિટેન કરવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. ગામના યુવાનોને બળપૂર્વક પોલિસે ડીટેન કર્યા હતા. ડિટેન કરતા સમયે ગ્રામ્ય પીઆઇએ લાફા ઝીંકીને ગ્રામજનોને પોલીસ વાહનમાં બેસાડયા હતા. પોલીસના બળ પ્રયોગ સામે આક્રોશીત ગ્રામજનો પોલીસ મથકે ધસી ગયા હતા. ત્યારે ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રવેશ કરવા જતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતુ. પોલીસે જાહેરનામા ભંગ બદલ તમામ સામે ગુનો નોંધવાની કાર્યવાહી આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here