ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ કોણ હતા તેમ સવાલ કરવામાં આવે તો ભાગ્યે જ કોઈનો જવાબ ખોટો પડે. રમાકાન્ત આચરેકરે સચિન ઉપરાંત વિનોદ કાંબલીને કોચિંગ આપ્યું હતું ત્યાં સુધી તો તમામને યાદ હશે પરંતુ રમાકાન્ત આચરેકરે આ ઉપરાંત પણ ઘણા ક્રિકેટરને તાલીમ આપી હતી.

કોચ

સચિન પણ છે તેમનો શિષ્ય

રમાકાન્ત આચરેકરનો જન્મ 1932ની ત્રીજી ડિસેમ્બરે માલનણ ખાતે થયો હતો. 2019ની બીજી જાન્યુઆરીએ મુંબઈમાં તેમનું નિધન થયું હતું. આચરેકર સર કહીને સચિન હંમેશાં તેના કોચને યાદ કરતો હોય છે અને ક્યારેક તેમની સાથેના પ્રસંગો પણ વાગોળત હોય છે.

તેમના 11 જેટલા ખેલાડીઓ ભારત માટે રમ્યા

રમાકાન્ત આચરેકરે માત્ર સચિન જ નહીં પરંતુ એટલા બઘા ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું કે તેમના હાથ નીચે તૈયાર થયેલા કમસે કમ 11 ખેલાડી તો ભારત માટે રમી ચૂક્યા છે. આ તમામની એક ભારતીય ઇલેવન બની શકે તેમ છે. વિવિધ કોચ એવા હશે જે ભારતની ટીમને તો કોચિંગ આપતા હોય પણ પોતાના હાથ નીચે તૈયાર થયેલા ખેલાડીઓ ભારતની ટીમમાં પહોંચે તે કોચ માટે ગૌરવની વાત છે. ભારત માટે રમેલા આ ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો રમાકાન્ત આચરેકર પ્રત્યેનો આદર ઓર વધી જશે.

લાબું છે તેમના શિષ્યોનું લિસ્ટ

1970ના દાયકામાં ભારત માટે રમેલા રામનાથ પરકાર ત્યાર બાદ લાલચંદ રાજપૂત, ચંદ્રકાન્ત પંડિત, અજિત અગરકર. પ્રવીણ આમરે, સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, સજય બાંગર, સમીર ડીઘે, બલવિન્દરસિંઘ સંધુ અને રમેશ પોવારના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત માટે ટેસ્ટ નહી રમી શકેલા કમનસીબ એવા અમોલ મઝુમદારે પણ રમાકાન્ત આચરેકર પાસે તાલીમ લીધી હતી. અમોલ મઝુમદાર એક સમયે રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન હતો જે રેકોર્ડ તેના મુંબઈના સાથી વસિમ જાફરે તોડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here