કંગના રાનૌત અને એક્ટર દિલજીત દોસાંઝની વચ્ચે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલનને લઈને ગાળાગાળી થઈ રહી છે. કંગનાએ હાલમાં જ ખેડૂત આંદોલનનને લઈને પોતાના નારાજગી વ્યક્ત કરી હતી. જે કેટલાય સેલેબ્સને કંગનાની આ વાત પસંદ નથી આવી. કંગનાએ હાલમાં એક ટ્વીટ પર પ્રોટેસ્ટમાં સામેલ થયેલી વૃદ્ધ મહિલાને શાહીનબાગમાં પ્રદર્શન કરનારી દાદી બતાવી હતી. જેના પર 100 રૂપિયા લઈને પ્રદર્શનમાં સામેલ થયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. કંગનાના આ ટ્વીટ પર કેટલાય લોકોએ ભડાસ નિકાળી હતી. ત્યારે હવે આ વાતને લઈને કંગના અને દિલજીત દોસાંઝ વચ્ચે પણ ટ્વીટર વોર શરૂ થઈ ગયુ છે. કંગનાએ દિલજીતને ‘કરણ જોહરનો પાલતૂ…’ કહી દીધો છે. તો વળી દિલજીતે પણ કંગનાને જવાબ આપતા પૂછી લીધુ હતું કે, કંગના પણ ‘જેની જેની સાથે ફિલ્મો કરી છે, તેની પાલતૂ છે.’ આટલુ વાત અટકતી નથી, આ બંને વચ્ચે જંગ આગળ નિકળી ગઈ છે.

એક્ટર દિલજીત દોસાંઝે એક વૃદ્ધ મહિલા મહિંદર કૌરનો વીડિયો શેર કરતા ટ્વીટ કર્યુ છે અને કહ્યુ હતું કે, કોઈને એટલુ પણ આંધળુ ન થવુ જોઈએ, કંઈ પણ બોલતી ફરે છે. આ ટ્વીટનો જવાબ આપતા કંગનાએ લખ્યુ હતું કે, ઓ કરણ જોહરના પાલતૂ, જે દાદી શાહીનબાગમાં નાગરિકતા માટે આંદોલન કરી રહી હતી, તે દાદી કિસાન આંદોલનમાં એમએસપી માટે આંદોલન કરતી દેખાઈ. મહિંદર કૌરજીને તો હું જાણતી પણ નથી, શું ડ્રામા કરી રહ્યા છો, આ બધુ અત્યારે જ બંધ કરો.

ત્યારે હવે આ વાતનો જવાબ આપતા દિલજીતે પણ પૂછી લીધુ કે, તે જેટલા પણ લોકો સાથે ફિલ્મો કરી છે, તૂ એ દરેકની પાલતૂ છે ? પછી લિસ્ટ લાંબૂ થશે માલિકોના ? આ બોલિવૂડવાળા નથી, પંજાબવાળા છે…ખોટૂ બોલાને લોકોને ભડકાવવા અને ઈમોશન્સ સાથે રમવુ એ તો તમને સારી રીતે આવડે છે. દિલજીત અહીંથી અટક્યા નહોતા, તેણે વધુ એક ટ્વીટ કરી કંગનાને કહ્યુ હતું કે, હું જણાવી દઉં કે, આ બોલિવૂડવાળા નથી. પંજાબવાળા છે. 2ની 4 નહીં, 36 સાંભળીશ…!

કંગના અને દિલજીત અહીંથી અટક્યા નહોતા. બાદમાં કંગનાએ પણ દિલજીતને ટૈગ કરતા લખ્યુ કે, તૂ જે * માટે કામ લે છે. હું તેની રોજ બજાવુ છું. વધુ ઉછળીશ નહીં. હું કંગના રાનૌત છું તારા જેવી ચમચી નથી. જે ખોટુ બોલે. મેં ફક્તને ફક્ત શાહીનબાગ વાળા પ્રોટેસ્ટ પર કમેંટ કર્યુ હતુંમ. જો કોઈ અન્ય વાત સાબિત કરી બતાવે તો, હું માફી માગવા તૈયાર છું.

જેના પર દિલજીતે કહ્યુ હતું કે, બોલવાની સભ્યતા નથી તારામાં…એક મહિલા થઈને બીજાને 100-100 રૂપિયાવાળી કહે છે. અમારા પંજાબમાં મા અમારા માટે ભગવાન સમાન હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here