ગુજરાત સરકારે હવે ડેવલપમેન્ટ માટેની એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈન જ આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આમ હવે બાંધકામ માટેની પરવાનગી લેવા માટે પણ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડશે નહિ. ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલી ભાજપ સરકારે ભ્રષ્ટાચારને અવકાશ ન રહે તે દિશામાં વધુ એક કદમ ઊઠાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રસ્તુત જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ ંહતું કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સમસયની અને લોકોની માંગ છે.

બાંધકામની પરમીશન માટે નહીં ખાવા પડે ધક્કા

આ માગને ધ્યાનમાં લઈને જ હવેથી લો રાઇઝ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પ્લાન પાસીંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન પરમીશન માત્ર ર4 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આંટીઘૂંટીઓ વાળી જટિલ પ્રક્રિયા ખૂબ સરળ કરી માત્ર 1પ મહત્વની જરૂરિયાત વાળી બાબતોને ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે પ્લાન પાસ થઇ શકશે. ભવિષ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ ઓનલાઈન પ્લાન પાસ કરવાની સુવિધા ચાલુ કરવાનો સરકારનો ઇરાદો છે. મુખ્યમંત્રીએ પ્રસ્તુત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ઓન લાઇન વ્યવસ્થાઓ વિકસાવી સામાન્ય માનવીને કચેરીઓમાં જવું જ ન પડે તેવી સ્થિતી નિર્માણ કરી છે.

બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી હોવાનું તેમણે જણાવ્યું

ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં બિલ્ડરોને બખ્ખાં

સમગ્ર દેશમાં ઓનલાઇન પદ્ધતિએ ફેઇસ લેશ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. જનતા જનાર્દનની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ થાય તેને કયાંય ધક્કા ખાવા ન પડે, કચેરીઓમાં પોતાના કામો માટે ટેબલે-ટેબલે ભટકવું ન પડે તેવા સંવેદનશીલ અભિગમથી આપણે અનેક પહેલરૂપ સુધારાઓ કર્યા છે. સરકાર ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લીવીંગ વધારી રહી છે.

ઓનલાઈન પરમિશન સિસ્ટમ કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે એમ જણાવતા વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે આપણે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે અને કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી છે. આ અવસરે પ્રતિકરૂપે રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્વલ અને રજા ચિઠ્ઠીનું આર્કીટેકટ-ઇજનેરોને વિતરણ કર્યુ હતું.

ઓનલાઈનમાં પર્યાવરણ માટે જરૂરી મુદ્દાની ઉપેક્ષા!

મુખ્યમંત્રીએ રાજ્યમાં આવકાર્ય એવી ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ (ઓ.ડી.પી.એસ.2.0) શરૂ કરી છે પણ તેમાં પર્યાવરણ માટે અત્યંત જરૂરી એવા વૃક્ષારોપણના નિયમને બાદ કરાયો છે. જી.ડી.સી.આર. મૂજબ (અને નૈતિક ધોરણો મૂજબ પણ) બાંધકામ સાથે નિયત પ્રમાણમાં વૃક્ષો જરૂરી છે જેનું મોટાભાગના જમીનપ્રેમી બિલ્ડીંરો પાલન કરતા નથી અને વૃક્ષારોપણ માટે વસુલાતી કરોડોની ડિપોઝીટ અંતે જમા લેવાતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here