કોરોનાનો ભય હવે પોલીસ અને પ્રજાને રોકડ ભારરૂપ પણ બનતો જાય છે. શહેર પોલીસની ફિટનેસ વારવા માટે આયોજનો થઈ રહ્યાં છે તેમાં શાહીબાગ અને મકરબા પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસના ફિટનેસ કેમ્પમાં 300 રૂપિયાની ફી વસૂલાત કરવામાં આવતી હોવાની ફરિયાદો પોલીસમાંથી જ ઉઠવા પામી હતી.

દંડ વસૂલવા અપાયો ટાર્ગેટ

આખરે, ફી વસૂલાતાં પોલીસ કર્મચારીઓએ જવાનું માંડી વાળવાથી ફિટનેસ કેમ્પ મુલતવી રાખવા પડયા છે. તો, બીજી તરફ પોલીસને જેમણે માસ્ક ન પહેર્યાં હોય તેવા નાગરિકોને દંડ વસૂલવા માટે ટાર્ગેટ અપાયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. કોરોના અટકાવવા માટે દંડાત્મક પગલાં આવશ્યક છે. પણ કોરોનાના કારણે આર્થિક ભીંસની સ્થિતિ વચ્ચે આકરી દંડ વસૂલાતના મુદ્દે કચવાટ પ્રવર્તી રહ્યો છે.

પોલીસ માટે ફિટનેસ કેમ્પ

અમદાવાદ શહેર પોલીસ કોરોના સામે ફીટ રહે તે માટે ફિટનેસ કેમ્પ યોજાઈ રહ્યાં છે. પોલીસ સ્ટેશનોને સત્તાવાર પરિપત્ર અપાયાં છે તેમાં સોમવાર, બુધવાર અને શુક્રવારે મકરબા પોલીસ હેડકવાર્ટર ખાતે ઝોન 1 અને 7ના પોલીસ કર્મચારી અને મંગળવાર, ગુરૂવાર અને શનિવારે શાહીબાગ હેડ કવાર્ટર ખાતે ઝોન 1, 2, 3 અને 7ના પોલીસ કર્મચારી માટે પોલીસ ફિટનેશ રિફોર્મ પ્રોજેક્ટ હેઠફ્ર ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન

દરરોજ એક કલાક માટે યોજાતા આ ફિટનેસ કેમ્પમાં ફિટનેસ એક્સપર્ટ કંપની તરફથી પોલીસને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નોકરીના સમય સિવાય એ કેમ્પમાં હાજરી આપવાની રહેશે તેવી સૂચનાવાળા ઝોન-7 ડીસીપીના પરિપત્રમાં ફી અંગે સ્પષ્ટતા કરાઈ નથી. જો કે, સ્થાનિક પોલીસ સ્ટેશનોના કર્મચારીઓમાંથી એવી ફરિયાદો ઉઠી હતી કે પોલીસ માટે નિ:શુલ્ક કેમ્પ યોજાઈ રહ્યાં છે.

પોલીસ

‘અગમ્ય’ કારણોસર કેપ મુલતવી

પણ, આ કેમ્પમાં પોલીસ જાય ત્યારે 300 રૂપિયા ફી માગવામાં આવતી હતી. જો કે, પોલીસ કામગીરીમાં વ્યસ્ત હોવાથી આ કેમ્પ હાલ મુલતવી રખાયાનું સૂત્રોએ જણાવ્યું હતું જો કે, ફીની માગણી કરવામાં આવતાં પોલીસકર્મી આ કેમ્પથી દૂર રહ્યાં હતાં એટલે મુલતવી રાખવામાં આવ્યાની ચર્ચા છે.

ફિટનેસ કેમ્પની ફી વસૂલાવાનો મુદ્દો વિવાદનું કેન્દ્ર

પોલીસ પાસેથી ફિટનેસ કેમ્પની ફી વસૂલાવાનો મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો ત્યારે પોલીસને માસ્ક દંડ વસૂલવાનો ટાર્ગેટ અપાયો છે. કોરોના અટકાવવા માટે જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળે તેમની પાસેથી દંડ વસુલવાના આદેશ કરવામાં આવ્યાં હોવાનું ખૂદ પોલીસ કર્મચારીઓ કહે છે.

500નો દંડ વસૂલવા તાકીદ

ફિલ્ડ વર્ક કરતાં પોલીસ કર્મચારીઓને માસ્ક પહેર્યો ન હોય તેવા ઓછામાં ઓછા બે-બે વ્યક્તિના 500-500 રૂપિયા દંડ વસૂલવા તાકીદ કરાઈ છે. 10 રૂપિયાનો માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી તોસ્તાન દંડ વસુલવામાં પોલીસ કચવાટ અનુભવે છે.

વધુ 21 પોલીસકર્મી કોરોના ગ્રસ્ત

આજે પણ બીજા દિવસે વધુ 21 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત જણાતાં કુલ આંક 122 થયો છે. પોલીસના આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી છે. જો કે, 16 આરોગ્ય કેન્દ્રો પર 50-50 ગણતાં દરરોજ કુલ 800 પોલીસના જ ચેક-અપ થઈ રહ્યાં છે.

કોરોનાગ્રસ્ત થયેલાં પોલીસ કર્મચારીઓને કોરોના કીટ

શહેરના 10000 પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પૂરાં થતાં 15 દિવસ જેટલો સમય વિતી જાય તેમ છે. આ સંજોગોમાં કોરોનાની 14 દિવસની સાઈકલ પુરી થાય ત્યારે માંડ તમામ પોલીસકર્મીના કોરોનાટેસ્ટ પૂરા થશે. કોરોનાગ્રસ્ત થયેલાં પોલીસ કર્મચારીઓને કોરોના કીટ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

તંત્રમાં આવશ્યક પગલાં ભરવાનું શરૂ

બીજી તરફ, કોરોનાના ડરથી પોલીસ તંત્રમાં આવશ્યક પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી હવે બે શિફ્ટમાં કામ કરી રહી છે. સવારે 7થી બપોરે બે અને બપોરે બે વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીની બે શિફ્ટ ગોઠવવામાં આવી છે. એ જ રીતે કોરોનાગ્રસ્ત પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવાનું શરૂ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here