ટાઈમ મેગેઝિન દ્વારા ભારતીય મૂળની ૧૫ વર્ષિય બાળકી ગીતાંજલિરાવને પસંદ કરાઈ હતી. ટાઈમ દર વર્ષે પર્સન ઓફ ધ યર જાહેર કરે છે, પરંતુ આ વખતે કિડ ઓફ ધ યરનો ઉમેરો કર્યો છે. ગીતાંજલિ રાવને સંશોધક-વિજ્ઞાાની અને સ્ટેમ (એસટીએમઈ-સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)ની સમર્થક ગણાવાઈ હતી. ટાઈમ માટે ગિતાંજલીનો ઈન્ટરવ્યુ ઑસ્કર વિજેતા હોલિવૂડ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ લીધો હતો.

પાંચ હજાર બાળકોમાંથી થઇ ગીતાંજલિની પસંદગી

ટાઈમ મેગેઝિને પોતાની નોંધમાં લખ્યું હતું કે બાળકો જ જગતનું ભવિષ્ય નક્કી કરવાના છે, માટે નોંધપાત્ર બાળકોને સન્માનવાનો સમય આવી ગયો છે. ટાઈમને કિડ ઓફ ધ યર માટે પાંચ હજાર બાળકોના નામ મળ્યા હતા, જેમાંથી ગિતાંજલીને પસંદ કરવામાં આવી હતી. ગિતાંજલીએ પીવાના પાણીના શુદ્ધિકરણ, ટીનેજર્સને ઓનલાઈન થતી હેરાનગતી જેવા અનેક મુદ્દા પર નોંધપાત્ર કામ કર્યું છે. ટીનેજર્સને ઓનલાઈન ધમકી, અશ્લિલ મેસેજીસ, અન્ય વાંધાજનક સામગ્રી મળતી હોય છે એ અટકાવવી જગતની એક મોટી સમસ્યા છે. અગાઉ તેને ફોર્બ્સના થર્ટી અન્ડ થર્ડી ઈનોવેટરમાં પણ સ્થાન મળી ચૂક્યું છે.

ગીતાંજલિ

10 વર્ષની ઉંમરથી જ કાર્બન સેન્સર ટેક્નોલોજી પર કામ કરવા માગે છે ગીતાંજલિ

કોલારાડો સ્થિત ઘરેથી ઓનલાઈન ઈન્ટર્વ્યુ આપતા તેણે જણાવ્યું હતું કે હું દસ વર્ષની હતી ત્યારે જ મારા માતા-પિતાને કહ્યું હતું કે મારે કાર્બન સેન્સર ટેકનોલોજી પર કામ કરવું છે. તેણે સાયબરબુલિયિંગ (ઓનલાઈન હેરાસમેન્ટ) રોકવા માટે સર્વિસ વિકસાવી છે, જે ગૂગલ ક્રોમ જેવા વેબ બ્રાઉઝરમાં એક્સટેન્સન તરીકે ઉમેરી શકાય છે. એ એક્સેટન્સનને કારણે ઓનલાઈન હેરાસમેન્ટનું પ્રમાણ શરૃઆતી તબક્કે જ ઘટાડી શકાય છે.

ટાઈમે નોંધ્યુ હતું કે ઓનલાઈન ઈન્ટર્વ્યુમાં પણ તેની પ્રતિભા ચમકી ઉઠી હતી. ગિતાંજલીએ કહ્યું હતું કે જગતમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને ટેકનોલોજી દ્વારા જ તેને ઉકેલવાના છે. હું આ કામ કરી શકું છું, તો કોઈ પણ બાળક એ કરી જ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here