લગ્ન દરેક માટે મહત્ત્વનું બંધન હોય છે, તેમાં પણ સ્ત્રીઓ માટે કહેવાય છે કે તે આ સંબંધને કોઇ પણ ભોગે નિભાવે છે. આમ, તો પાકિસ્તાની મહિલાઓ બુરખામાં જ રહે છે પણ પાકિસ્તાનમાં અફ્ઘાનિસ્તાનની બોર્ડર પાસે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બિરીર અને રામબુર ક્ષેત્રમાં વસતા સમુદાયની મહિલાઓ ખૂબ જ સુંદર અને બિન્ધાસ્ત હોય છે. આ મહિલાઓ કલરફુલ કપડાં, માથા પર રંગીન ટોપી અને ગળામાં રંગીન માળાઓ પહેરે છે તે સાથે તેઓ પોતાના જીવનના નિર્ણય જાતે જ લે છે. ઉપરાંત લગ્ન જેવી બાબત જેમાં પરિવાર શોધીને પસંદ કરે કે જાતે શોધે તો તેમની મંજૂરી લેવાની હોય તેની જગ્યાએ મહિલા જાતે નક્કી કરી લે છે કે તેને કોની સાથે રહેવું છે. આ તેમના સમુદાયની ખાસિયત પણ કહી શકાય. અહીંની મહિલાઓ પરપરુષ પસંદ આવતા પોતાનાં લગ્ન પણ તોડી દે છે.

હકીકતમાં, અફ્ઘાનિસ્તાનથી સરહદ બોર્ડર પર કલાશા જનજાતિ વસે છે જેને પાકિસ્તાનના સૌથી ઓછી જનસંખ્યા ધરાવતા અલ્પસંખ્યકોમાં ગણવામાં આવે છે. આ જનજાતિની સંખ્યા લગભગ પોણા ચાર હજાર છે. આ સમુદાયની વિવાહિત મહિલાને જો કોઇ બીજો પુરુષ પસંદ આવી જાય તો તે પોતાનાં પહેલા લગ્ન તોડી નાંખે છે. જોકે અહીંની આ વર્ષોજૂની પરંપરા છે જે આજે પણ યથાવત્ છે. એટલું જ નહીં આ મહિલા પીરિયડમાં હોય ત્યારે તેઓને ઘરની બહાર રાખવામાં આવે છે, માનવામાં આવે છે કે જો તેઓ ઘરમાં પરિવાર સાથે રહે તો કુદરત નારાજ થાય છે અને કુદરતી આફ્તો આવે છે.

બાળકને જન્મ આપવા માટે પૈસા આપશે આ દેશની સરકાર

અત્યારે વિશ્વનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. હાલની વિકટ પરિસ્થિતિમાં ઘણા લોકોના બિઝનેસ ઠપ થઇ ગયા, તો ઘણા લોકોની નોકરી જતી રહી છે. આવા વખતે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઘણા લોકોએ આ કારણે માતા-પિતા બનવાનું પ્લાનિંગ પણ ટાળી લીધું છે. આ લોકોની આર્થિક મુશ્કેલીને જોતાં સિંગાપુરની સરકારે માતા-પિતા બનવાની ઇચ્છા ધરાવતા લોકોને એક ચોક્કસ રકમ બોનસ આપવાની જાહેરાત કરી છે અને તેમના દેશના નાગરિકોને સંતાનને જન્મ આપવા માટે પ્રોત્સાહિત રકમ આપવાનું નક્કી કર્યું છે. આ રકમથી દેશના નાગરિકો પર આર્થિક મંદીના ભારમાં સહાયતા મળશે.

સિંગાપુરનાં ઉપવડાપ્રધાન હેંગ સ્વી કીટએ કહ્યું હતું કે, ‘અત્યારની જે વિકટ સ્થિતિ છે તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઇ છે તેથી લોકોને પ્રસવ માટે પ્રોત્સાહિત કરવા સરકારે તેમને બોનસ રકમ આપવાનું નક્કી કર્યું છે.’ નોંધનીય છે કે, કેટલી રકમ આપવામાં આવશે તે હજી જાહેર કરવામાં આવ્યું નથી.

આ મહિલાને સંભળાતો જ નથી માત્ર પુરુષોનો અવાજ  

સાંભળવામાં તકલીફ હોવી જેને આપણે બહેરાપણુ કહીએ છીએ, જે એક સામાન્ય બીમારી છે પરંતુ ફ્ક્ત પુરુષોનો અવાજ જ ન સંભળાય એ અચંબિત કરનારી વાત છે. મોટાભાગે આ બીમારી એવા દેશોમાં જોવા મળે છે જ્યાં કામનું ટેન્શન વધારે હોય છે. હીયરિંગ લોસ જેવી અજીબોગરીબ બીમારીની ઘટના ત્યારે સામે આવી જ્યારે ચીનમાં રહેનારી ચેન નામની મહિલાને સંભળાતું બંધ થઇ ગયું. તેને અવાજ તો સંભળાતો હતો પણ ફ્ક્ત પુરુષોનો અવાજ તેના કાન સુધી પહોંચતો ન હતો. આ વિશે મહિલાનું કહેવું હતું કે, જ્યારે તે રાત્રે સૂવા માટે ગઇ ત્યારે તેના કાનમાં અચાનક ઘંટડી વાગી હોય તેવો અવાજ સંભળાવા લાગ્યો. ત્યારબાદ તેને ઊલટી થવા લાગી. તેને હીયરિંગ લોસની સમસ્યા થઇ ગઇ. ડોક્ટરે મહિલાને કહ્યું કે, તેમને લો-ફ્રિકવન્સીનો અવાજ સંભળાશે નહીં.

ડોક્ટરો અનુસાર, આ એક બહેરાંપણુ છે જે આંશિક રીતે થાય છે. જોકે પુરુષોના અવાજ લો-ફ્રિક્વન્સી હોય છે જ્યારે મહિલાઓના અવાજમાં હાઈ- ફ્રિકવન્સી હોય છે. આ જ કારણ છે કે આ મહિલા પુરુષોનો અવાજ સાંભળી શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here