૨૦૨૦-૨૧ની મોસમમાં દેશની રૂની નિકાસ ૪૦ ટકા જેટલી વધી ૭૦ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આ આંક હાંસલ થશે તો છેલ્લા સાત વર્ષનો તે સૌથી વધુ હશે. રૂપિયામાં ઘસારો અને વૈશ્વિક ઊંચા ભાવને કારણે દેશના નિકાસકારો વધુ કોન્ટ્રેકટસ કરી રહ્યા છે. ગઈ મોસમમાં ભારતની રૂની નિકાસનો આંક ૫૦ લાખ ગાંસડી રહ્યો હતો.

ભારતની રૂની નિકાસનો આંક ૫૦ લાખ ગાંસડી રહ્યો

યાર્ન નિકાસ ઘટી રહી છે. ૨૦૧૩-૧૪માં ૧૩૧.૩૪ કરોડ કી.ગ્રા.ની ટોચે રહ્યા બાદ કોટન યાર્નની નિકાસ સતત ઘટી રહી છે. ૨૦૧૯-૨૦માં નિકાસ આંક ઘટી ૯૫.૯૦ કરોડ કી. ગ્રા. રહ્યો હતો. આ ક્ષેત્રને પ્રોત્સાહનો પાછા ખેચી લેવાતા નિકાસ પર તેની અસર પડી છે, એમ સાઉથ ઈન્ડિયા મિલ્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે ચીન ખાતેથી કપાસની આયાતને અટકાવી દેતો આદેશ અમેરિકાની સરકારે જારી કર્યો છે ચીનમાં માનવ હક્કોના થઈ રહેલા ભંગને ધ્યાનમાં રાખી અમેરિકાનો આ નિર્ણય આવી પડયો છે.

અમેરિકાની સરકારે જારી કર્યો

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા જાહેર કરાયું હતું કે, અમેરિકાના કસ્ટમ્સ તથા બોર્ડર પ્રોટેકશન વિભાગના અધિકારીઓ દરેક બંદરો ખાતે ચીન ખાતેથી આવનારા કપાસ તથા કપાસ પ્રોડકટસને અમેરિકામાં પ્રવેશતા અટકાવશે. ઝિનજિઆંગ પ્રોડકશન એન્ડ કન્સ્ટ્રકશન કોર્પ્સ ખાતેથી આવનારા દરેક કોટન તથા કોટનમાંથી બનેલા પ્રોડકટસને અટકાવાશે જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here