અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સરકાર પર મોતના આંકડા છુપાવવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના થલતેજમાં આવેલા સમશાન ગૃહમાં એમ્બ્યુલન્સની લાઈનથી સરકારના આંકાડા અંગે અનેક સવાલ થઈ રહ્યા છે. સ્મશાન ગૃહ બહાર મોટી સંખ્યામાં લોકોની લાઈન લાગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં કોરોનાના મૃતકના અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં આવે છે. જેથી સ્મશાનમાં સતત ધુમાડા જોવા મળે છે. ત્યારે ફરીવાર કોરોનાએ શહેરમાં માથુ ઉચક્યુ હોવાનું સામે આવી રહ્યુ છે.
સ્મશાનમાં સતત ધુમાડા જોવા મળ્યા