દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તેમણે સંકેત આપ્યા કે ટૂંક સમયમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.  બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું કે હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના તબક્કામાં છે. વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેના પર કામ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકાર મોટા સ્તરે વેક્સીનના વિતરણને લઇને કામ કરી રહી છે, જે રાજ્ય સરકારની મદદથી જમીન પર ઉતારવામાં આવશે.

દરેકને વેક્સીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે

 સરકારે એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યુ છે, જેમની ભલામણ અનુસાર જ કામ થશે. એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને વેક્સીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે. વડાપ્રધાને કહ્યું કે સરકાર દરેક પાસેથી સુચનો લઈ રહી છે અને તે મુજબ જ આગળ વધી રહી છે. વેક્સીનને લઈ કોઈ પ્રકારની અફવા ન ફેલાય અને રાષ્ટ્રહિત સૌથી વધુ હોય, એવામાં રાજકીય પાર્ટીઓએ જાગૃત થવું જોઈએ.

કોરોના વેક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સને મળી શકે

વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે કોરોના વેક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સને મળી શકે છે.  તેમણે જણાવ્યું કે વેક્સીનની કિંમત શું હશે તે અંગે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને નિર્ણય લેશે.. કિંમત પર નિર્ણય લોકોને જોતા કરવામાં આવશે અને રાજ્યની તેમાં સહભાગીદારી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને લોકસભા અને રાજ્યસભાના સાંસદ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here