ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થોડા કલાકો બાદ પહેલી ટી20 ક્રિકેટ મેચ રમાશે. વન-ડે સિરીઝમાં વિકલ્પના અભાવે ભારત સિરીઝ હારી ગયું હતું પરંતુ ટી20માં તેની પાસે પર્યાપ્ત વિકલ્પો છે અને તે ઓસ્ટ્રેલિયાને પડકાર આપવાની સ્થિતિમાં છે. ટી20માં ભારત પાસે બેલેન્સ ટીમ છે.

છેલ્લા 12 વર્ષમાં તે કાંગારું ટીમ સામે એકેય ટી20 સિરીઝ હાર્યું નથી

ટી20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ વધારે બહેતર છે કેમ કે છેલ્લા 12 વર્ષમાં તે કાંગારું ટીમ સામે એકેય ટી20 સિરીઝ હાર્યું નથી. 2008ના ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત સિરીઝ હારી ગયું હતું. આ ઉપરાંત કોરોનાની મહામારી અગાઉ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ અને વન-ડે સિરીઝ હારી ગઈ હતી પરંતુ ટી20 સિરીઝમાં તેનો વિજય થયો હતો. આ જ ખેલાડીઓ તાજેતરમાં યુએઈમાં આઇપીએલમાં સારો દેખાવ કરીને આવ્યા છે.

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા હાલમાં શાનદાર ફોર્મમાં

વોશિંગ્ટ સુંદર, ટી. નટરાજન અને દીપક ચાહર જેવા ખેલાડી ટી20ની ટીમમાં આવી ગયા છે જેને કારમે ટીમ વધુ મજબૂત બની ગઈ છે. બેંગલોર માટે આઇપીએલમાં રમતી વખતે વોશિંગ્ટન સુંદરે શાનદાર દેખાવ કર્યો હતો. કોહલીએ તેને પાવર પ્લે અને મિડલ ઓવરમાં અજમાવ્યો હતો. હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા હાલમાં શાનદાર ફોર્મમાં છે. આમ ભારત પાસે એકદમ બેલેન્સ ટીમ છે અને તે એરોન ફિંચની મજબૂત ટીમને પડકાર આપી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here