બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌતને હવે દરેક મામલે પોતાનો અભિપ્રાય આપવાની અથવા તો વિરોધ કરવાની આદત પડી ગઈ છે. તે કોઈ પણ વાત હોય પણ વચ્ચે બોલતી જ રહેતી હોય છે પછી તે સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા હોય, ડ્રગ્સ કેસ હોય કે બોલિવૂડમાં સગાવાદ હોય. હવે તેણે ખેડૂત આંદોલન અંગે પણ અભિપ્રાય આપ્યો છે. તેણે દિલજીત દોસાંઝ પર પણ અંગત પ્રહારો કર્યા છે અને આ બાબત લોકોને ખટકી રહી છે.

એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ સોશિયલ મીડિયા પર કંગના રનૌત સામે પ્રહાર કર્યો
એક્ટ્રેસ હિમાંશી ખુરાનાએ સોશિયલ મીડિયા પર કંગના રનૌત સામે પ્રહાર કર્યો છે. તે કંગનાની ટ્વિટ જોઇને એટલી ભડકી ગઈ છે કે તેણે કંગનાને દેશ છોડી દેવાની સલાહ પણ આપી દીધી છે.
ભારતની દરેક ચીજ પર તેને સમસ્યા
હિમાંશીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે કંગના માત્ર જેની સામે બદલો લેવાનો હોય તેના વિશે જ બોલતી હોય છે. તે હવે સુશાંત અંગે વાત કરતી નથી. તે ધીમે ધીમે ડ્રગ્સ કેસ બાદ અન્ય બાબતો પર વચ્ચે બોલી રહી છે. ભારતની દરેક ચીજ પર તેને સમસ્યા છે. હવે લોકોએ તેને ભારત છોડવાની વાત કરવી જોઇએ. કંગના સામે આવડી મોટી વાત કરવી લોકોને પરેશાન કરી ગઈ છે. હિમાંશીએ આવડો આકરો જવાબ આપી દીધો છે તો તે પ્રકાશમાં આવી ગઈ છે.
મને લાગે છે કે તેને મેડિકલ સારવારની જરૂર
હિમાંશી અહીંથી અટકી નથી કેમ કે તેનો દાવો છે કે કંગનાએ દિલજીત દોસાંઝ સામે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. કંગનાના આ નિવેદન પર હિમાંશીએ આકરી પ્રતિક્રિયા આપી છે. કંગનાએ તેની પોસ્ટમાં દિલજીતને કરણ જોહરનો પાલતુ કહી દીધો છે. આ અંગે હિમાંશી કહે છે કે આ કેવી ભાષા છે. મને લાગે છે કે તેને મેડિકલ સારવારની જરૂર છે.