ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતના કોઝવે ખાતે નયનરમ્ય નજારો સર્જાયો

  • ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાતા તાપી નદીની સપાટીમાં વધારો
  • સુરત ખાતેના કોઝવેની સપાટી ભયજનક 6 મીટરની સપાટી વટાવી 8.17 પર પહોંચી

ઉકાઈ ડેમની સપાટી હાલ 343.50 ફૂટ છે. જ્યારે 64386 ઈનફ્લો સામે 46925 આઉટફ્લો છે. ગત રોજ આ આઉટફ્લો પાણીની આવક પ્રમાણે 1 લાખ ક્યુસેક સુધી કરવામાં આવ્યો હતો. 8 કલાક સુધી આ આઉટફ્લોના કારણે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. હાલ પણ તંત્ર દ્વારા ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના આધારે આઉટફ્લોમાં વધારો અને ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે છેલ્લા 43 દિવસથી સુરતનો કોઝવે ઓવરફ્લો હોવાથી બંધ છે.

ઉકાઈ ડેમની સપાટી ભયનજક સપાટીથી દોઢ ફૂટ દૂર
ઉકાઈ ડેમની સપાટી ભયનજક લેવલથી માત્ર દોઢ ફૂટ જ દૂર છે. જેથી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગત રોજ બપોર બાદ પ્રથમ 50 હજારથી લઈને રાત્રી સુધી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલ ઉકાઈ ડેમમાંથી 46925 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે 64386 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 343.50 ફૂટ પર પહોંચી છે. જોકે, પાણીની આવક પ્રમાણે આઉટફ્લોમાં વધારો અને ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં કોઝવેની સપાટીમાં વધારો
ગત 8 ઓગસ્ટના રોજ સુરતમાં આવેલો કતારગામ અને રાંદરેનો જોડતો કોઝવે ઓવરફ્લો થયો હતો. જેથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસમાં કોઝવેની સપાટી ભયજનક 6 મીટરની સપાટી નીચે પહોંચે તેવી શક્યતા હતી. જોકે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટીમાં વધારો થયો છે. હાલ કોઝવેની સપાટી 8.17 મીટર પર પહોંચી છે અને 134236 ક્યુસેક પાણી વહી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here