મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુર (Solapur) જિલ્લા પરિષદ સ્કૂલના એક પ્રાઇમરી શિક્ષકે 7 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે. રણજીત સિંહ ડિસલે (Ranjit Singh Disale)ને ગ્લોબલ ટીચર પુરસ્કાર (Global Teacher Award) માટે પસંદ થતા આ મોટી ઇનામી રકમ મળી છે. પહેલી વખત કોઇ ભારતીય (Indian) ને દુનિયાના સર્વશ્રેષ્ઠ ટીચર (Best Teacher) હોવાનું સમ્માન પ્રાપ્ત થયું છે.
યુનેસ્કો (UNESCO) અને લંડન (London) સ્થિત વર્કી ફાઉન્ડેશન (Varkey Foundation) દ્વારા અપાતા ગ્લોબલ ટીચર પ્રાઇઝની જાહેરાત ગુરૂવાર 3 ડિસેમ્બરના રોજ થઇ. સોલાપુર જિલ્લાના પતિતેવાડી ગામ (Paritewadi village)માં શાળાના શિક્ષક રણજીતસિંહ ડિસલે એ આ પુરસ્કાર જીતી લીધો. લંડનના નેચુરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં સંપન્ન થયેલા સમારંભમાં સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સ્ટીફન ફ્રાય એ આ પુરસ્કારની જાહેરાત કરી.
દુનિયાના 140 દેશોના 12 હજારથી વધુ ટીચર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોરોનાની મહામારીની વચ્ચે ગામના બાળકોએ અભ્યાસ ચાલુ રાખવા અને છોકરીઓને શિશ્રણ સુનિશ્ચિત કરવા માટે તેમને આ પુરસ્કાર મળ્યો છે. છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને ભારતમાં ત્વરિત-પ્રતિક્રિયા (QR) કોડિત પાઠ્યપુસ્તક ક્રાંતિને ગતિ આપવાના પ્રયાસોના લીધે રણજીત સિંહને આ ઇનામ મળ્યું.
2014મા વાર્કી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વાર્ષિક પુરસ્કાર માટે દુનિયાભરમાંથી 10 ફાઇનલિસ્ટ પસંદ કરાયા. આ પુરસ્કાર એવા વિલક્ષણ શિક્ષકને અપાય છે જેમણે પોતાના શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી તેમજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ આ ઉપલ્બધિ માટે અભિનંદન પાઠવ્યા.
રણજીત સિંહ ડિસલે એ ઇનામી રકમમાં 50 ટકા રકમ અંતિમ તબક્કા સુધી પહોંચાડનાર 9 બીજા ટીચર્સની સાથે વહેંચવાની જાહેરાત કરી છે. તેના લીધે હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ દ્વારા અભ્યાસ કરવાની તક મળશે. આ સમારંભ વર્ચુઅલ આયોજીત કરાયો હતો.