ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના આઠમા સભ્યનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પાક ટીમનો ન્યૂઝીલેન્ડમાં ફજેતો થયો છે. ન્યૂઝીલેન્ડ સરકારે ભારે મહેનતથી ન્યૂઝીલેન્ડમાં કોરોના પર કાબૂ મેળવ્યો છે. હવે પાક ટીમના કારણે ફરી કોરોના ના ફેલાવે તે માટે પાકિસ્તાન ટીમને પ્રેક્ટિસની પરવાનગી આપવામાં આવી નથી.

પાકિસ્તાન

53 સભ્યોની ટીમે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ 14 દિવસ આઈસોલેશનમાં રહેવાનું હતું. જોકે પહેલાં દિવસથી જ પાક ટીમના ખેલાડીઓએ પ્રોટોકોલ તોડવાનું શરૂ કરી દીધું હતું. જેના પગલે હવે નેટ પ્રેક્ટિસ માટે પણ પાક ટીમને મંજૂરી આપવામાં આવી નથી. ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર ડો.બ્લૂમફિલ્ડનું કહેવું છે કે, પાક ટીમની અંદર કોરોના સંક્રમણ હજી પણ ફેલાય તેવી શક્યતા છે. કોરોનાના જંગમાં લોકોનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. એ પછી કોઈ વ્યક્તિની વાત હોય કે ટીમની વાત હોય.

પાક ટીમની ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરિઝનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થવાનો છે. આ સંજોગોમાં પાક ટીમને વગર પ્રેક્ટિસે સીધું મેચ રમવા માટે પણ ઉતરવું પડી શકે છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને સરકાર પાક ટીમને કોરોના પ્રોટોકોલનો ભંગ કરવા બદલ ક્રિકેટ પ્રવાસ રદ કરવાની પણ ચીમકી આપી ચુક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here