ખાદ્યાન્ન અંગેની સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ-ફાઓ)એ આજે ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. દર મહિને જાહેર થતો આ નવેમ્બરમાં 105 પોઈન્ટ નોંધાયો હતો.100 પોઈન્ટને માપદંડ ગણવામાં આવે છે. તેનાથી ઊંચો ભાવ એ અસાધારણ ભાવ વધારો સૂચવે છે. છ વર્ષ પછી ફૂડ પ્રાઈજ ઈન્ડેક્સમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઈન્ડેક્સ વૈશ્વિક સ્તરે ખાદ્યતેલ, ડેરી પ્રોડક્ટ, ખાંડ, અનાજ અને માંસના ભાવોમાં થતી વધ-ઘટના આધારે નક્કી થાય છે.

નવેમ્બરમાં આ આંક 105, જોવા મળ્યો હતો, જે પાછલા મહિના કરતા 4 પોઈન્ટ વધારે છે, જ્યારે પાછલા વર્ષના નવેમ્બર કરતાં 6.4 પોઈન્ટ વધારે છે. ફાઓના કહેવા મુજબ છેલ્લા છ વર્ષમાં આ પ્રમાણ સૌથી વધારે છે.

આ આંકમાં આટલો ઉછાળો આ પહેલા ડિસેમ્બર 2014માં નોંધાયો હતો. ચાલુ વર્ષેે જાન્યુઆરીમાં ઈન્ડેક્સ 101 અને ફેબુ્રઆરીમાં 102.4 નોંધાયો હતો. એ પછી 100થી વધારે આંક સીધો ઓક્ટોબરમાં 101 નોંધાયો હતો. ફાઓએ ઈન્ડેક્સ દરેક કોમોડિટી પ્રમાણે પણ તૈયાર કર્યો હતો.

કઇ વસ્તુમાં કેટલો ભાવવધારો

લોકડાઉન

એ પ્રમાણે નવેમ્બર દરમિયાન અનાજના ભાવમાં 19.9 ટકા, ખાદ્યતેલના ભાવમાં 14.5 ટકા, ડેરી પ્રોડક્ટના ભાવમાં 0.9 ટકા, ખાંડનો ભાવ 3.3 ટકા વધારે જોવા મળ્યો હતો. આ ભાવ વધારાને કારણે જગતના 45 આયાત નિર્ભર દેશોને સૌથી વધારે વિપરિત અસર થઈ હતી.

આ 45 દેશોમાં જોકે ભારતનો સમાવેશ થતો નથી, કેમ કે ભારત તો કૃષિપ્રધાન અને પોતાની જરૂરિયાત મુજબનું અનાજ-ખોરાક પેદા કરનારો દેશ છે. પરંતુ વૈશ્વિક ભાવ વધારાની અસર ભારતને થોડા-ઘણા અંશે થઈ છે. જે 45 દેશો પર વિપરિત અસર થઈ એ પૈકીના મોટા ભાગના ટાપુ અને આફ્રિકા ખંડના દેશો છે, ફૂડ સહાય પર નિર્ભર રહે છે.

ઘઉં પેદા કરનારા દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિને કારણે પુરતું અનાજ પેદા થઈ શક્યું નથી અને થઈ શક્યું તેની સપ્લાઈ ચેઈન ખોરવાઈ છે. ખાંડના ઉત્પાદનને પણ એઅસર થઈ હતી. પામ ઓઈલનો વૈશ્વિક સ્તરે વ્યાપક ઉપયોગ થાય છે, જેનો ભાવ વધ્યો છે. ડેરી પ્રોડક્ટની તો ડિમાન્ડ વધી એટલે ભાવમાં પણ વધારો નોંધાયો હતો. તો કેટલાક દેશોમાં તીડના હુમલાથી ઉભો પાક સાફ થયો હતો. એ બધાને કારણે છેવટે વૈશ્વિક સ્તરે ભાવ વધારો નોંધાયો છે.

ઈન્ડેક્સમાં ક્યારે કેટલો વધારો?

ઇન્ડેક્સ 100 હોય તેને નોર્મલ ગણવામાં આવે છે. ઘણા વર્ષો દરમિયાન ઈન્ડેક્સ 100થી નીચે રહ્યો છે. પરંતુ 2002 પછી અમુક વર્ષ એવા નોંધાયા છે, જ્યારે આખા વર્ષનો એવરેજ ઈન્ડેક્સ 100 ઉપર ગયો હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here