કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં જ્યાં એક તરફ ખેડૂતો દિલ્હીમાં મોરચે ચઢ્યા છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રાયા છે ત્યારે હવે પંજાબના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ તેમના અધિકાર માટે તેમના સમર્થનમાં ઉતારી આવ્યા છે. પોતાની મહેનતથી હાંસલ કરેલા એવોર્ડ્સ અને મેડલ્સ કેન્દ્ર સરકારને પરત કરવાનો તેમણે નીર્ધાર કરી લીધો છે.

આ મામલે પદ્મશ્રી કાર્ટર સિંહ પહલવાનના ઘરની ગોલ્ડન ગર્લ રાજબીર કૌર ઓલમ્પિયન દવિન્દર સિંહ ગરચા અને ઓલમ્પિયન ગુરમેલ સિંહે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું છે કે તેઓ લગભગ 37 જેટલા એવોર્ડ્સ અને મેડલ્સ પરત કરવા માટે આજે એટલે કે શનિવારે દિલ્હી આવવા રવાના થશે.

તેમણે જણાવ્યું કે દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, મેજર ધ્યાનચંદ એવોર્ડ અને અન્ય ત્રણ એવોર્ડની સાથે શનિવારે તેઓ જાલંધરથી દિલ્હી જવા રવાના થશે. જ્યાં તેઓ સિંધુ બોર્ડર ખાતે પહેલા ખેડૂતો સાથે મુલાકાત કરશે અને બાદમાં એવોર્ડ પરત કરશે. આ મામલે 6 અને 7 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ સાથે એવોર્ડ વાપસી માટે મુલાકાત માટેની વાત પણ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here