મહામારી, લોકડાઉન તેમજ ત્યારબાદ મજૂરોના પ્રશ્નોને ધ્યાને લેતા ગુજરાત સરકારે ૧લી એપ્રિલથી ૩૦મી સપ્ટેમ્બર સુધી દ્યોગિક એકમો દ્વારા આરક્ષિત કરેલા જથ્થામાંથી ખરેખર ઉપાડેલા જથ્થા માટે દરો આકારવાનો નિર્ણય કર્યો છે. ઓછા ઉપાડેલા જથ્થામાં પણ પેનલ્ટીમાંથી મુક્તિ આપી છે.  નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્યોગિક એકમોને જળાશયો, નહેરો, પાતળકુવા, નોટીફાઈડ નદીઓ અને નાળામાંથી સાંપ્રત સમયે ૧૦૦૦ લીટરે રૂ.૩૧.૩૮ પૈસાના દરે પાણી આપે છે. દર નાણાકિય વર્ષે તેમાં ૧૦ ટકાનો વધારો થાય છે.

પ્રસિધ્ધ ઠરાવમાં જણાવ્યા મુજબ કોરોનાને કારણે તા. ૧-૪-૨૦થી ૩૦-૯-૨૦ ઔદ્યોગિક એકમો દ્વારા આરક્ષિત જથ્થામાંથી ખરેખર જેટલુ પાણી ઉપાડયુ હોય તેનો જ ચાર્જ વસૂલાશે. તેથી ઓછુ જથ્થા માટે કોઈ જ પેન્લ્ટી લગાડાશે નહી. પરંતુ, જો કોઈ એકમે આરક્ષિત કરાવેલા જથ્થાના ૨૫ ટકાથી વધારે પાણી ઉપાડયુ હશે તો વધારાના પાણી માટે ૨૫ ટકા જેટલી વધારે પેનલ્ટી વસૂલાશે. વિવિધ સંગઠનોએ ૨૦૨૦-૨૧માં પાણીનો ભાવ વધારો સ્થગિત રાખવા તેમજ આરક્ષિત જથ્થાથી ઓછા વપરાશની પેનલ્ટી ન લગાડવા રજૂઆતો કરી હતી. સરકારે ૩૧ માર્ચ-૨૦ સુધી ૧૦ ટકાનો વધારો યથાવત રાખ્યો છે.

વર્ષ ૨૦૦૭ના ઠરાવ મુજબ દ્યોગિક એકમો જો આરક્ષિત કરાવેલા પાણીના જથ્થાથી ૨૫ ટકા વધારે કે ઓછુ પાણી ઉપાડે તો વધારાની કોઈ પેનલ્ટી લાગુ પડતી નથી. પરંતુ, આરક્ષિત જથ્થામાં ઘટાડાની પૂર્વ મંજૂરી મેળવી ન હોય અને ૭૫ ટકાથી ઓછો ઉપાડ કર્યો હોય તો ઓછા વપરાયેલા જથ્થા માટે ૨૫ ટકાની પેનલ્ટી વસૂલાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here