શહેરની વધુ પાંચ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાઈ છે ૧૦ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે. શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૩૦૩થી ઘટીને ૨૯૮ થઇ ગઇ છે. ચાંદલોડિયા અને ગોતાના પટ્ટામાં નવા કેસો નોંધાયા છે. આજે ૧. મણિનગરના શુકન એવન્યૂ, ૨. મણિનગરની ગંગેશ્વર સોસાયટી, ૩. ઘોડાસરની જયક્રિષ્ન સોસાયટી, ૪. કાંકરિયાના નૂર એપાર્ટમેન્ટ, ૫. સાઉથ બોપલની સફલ પરિસર ૬. બોડકદેવના પ્રેરણા ટાવર, ૭. બોડકદેવના દીપ ટાવર ૮. ચાંદલોડિયાની પુષ્પરાજ રેસીડેન્સી, ૯. સાઉથ બોપલની આરોહી રેસીડેન્સી અને ૧૦. આરોહી હોમ્સને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
શહેરમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
- કંજિલ એપાર્ટમેન્ટ, મણિનગર । ૧૨ ઘર – ૫૦ વસ્તી
- દેવછાયા સોસાયટી, નારણપુરા । ૨૦ ઘર – ૬૫ વસ્તી
- પુરુસારથીનગર, સ્ટેડિયમ । ૫૫ ઘર – ૨૦૫ વસ્તી
- અક્ષર પ્રથમ, ચાંદલોડિયા । ૩૦ ઘર – ૧૨૦ વસ્તી
- સ્થાપત્ય એપાર્ટમેન્ટ, થલતેજ । ૨૦ ઘર – ૮૦ વસ્તી