મહારાષ્ટ્ર અને નાગપુરમાં સંઘનું પ્રભુત્ત્વ હોવા છતાં વિધાન પરિષદની ચૂંટણીમા ભાજપને આંચકો લાગ્યો છે. વિધાન પરિષદની છ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડયો છે. ફક્ત એક જ બેઠક પર ભાજપનો વિજય થયો છે.શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન(મહાવિકાસ અઘાડી)ને ચાર બેઠકો મળી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે પરિણામ અમારી આશા મુજબ આવ્યા નથી. અમે ત્રણેય પક્ષોની તાકતનું યોગ્ય મૂલ્યાંકન કરી શક્યા નથી.

હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપનો જોરદાર દેખાવ

ભાજપ

જો કે હૈદરાબાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપને જોરદાર સફળતા મળી છે.150 બેઠકોમાંથી ભાજપને 47 બેઠકો મળી છે. જો કે 56 બેઠકો સાથે ટીઆરએસ સૌથી મોટો પક્ષ છે. ઔવેસીના પક્ષ એઆઇએમઆઇએમનો 43 બેઠકો પર વિજય થયો છે. 2016ની હૈદરાબાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપને ફક્ત ચાર જ બેઠકો મળી હતી. ટીઆરએસને 99 બેઠકો મળી હતી. જ્યારે એઆઇએમઆઇએમને 44 બેઠકો મળી છે.

આમ, 2016ની સરખામણીમાં 2020ની ચૂંટણીમાં ભાજપને જોરદાર ફાયદો થયો છે જ્યારે ટીઆરએસને મોટું નુકસાન થયું છે. જ્યારે એઆઇએમઆઇએનો દેખાવ સિૃથર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. હૈદરાબાદમાં ભાજપના જોરદાર દેખાવને પગલે ટીઆરએસ અને એઆઇએમઆઇએની મુશ્કેલી વધી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here