અમેરિકી ઈન્ટેલિજન્સ ડિરેક્ટર જોન રેચલિફે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને આખા જગત માટે સૌથી મોટો ખતરો ઉભો થયો હોય તો એે ચીન છે. અત્યાર સુધી શાંતિથી ચાલતી દુનિયાને ખોરવાવનું અને ભયનો માહોલ ઉભો કરવાનું કામ ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં કર્યું છે. તેમણે કહ્યું હતું કે ચીન અમેરિકાને નીચુ દેખાડી આખા જગત પર પોતાનું આધિપત્ય સ્થાપવા માંગેે છે.

બીજી તરફ અમેરિકાએ ચીનના સૌથી મોટા કપાસ ઉત્પાદક-નિકાસકાર જિઆનઝિંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટર્કશન કોર (એસપીસીસી) પાસેથી કપાસ કે તેની કોઈ પેદાશ આયાત કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીન

અમેરિકામાં પ્રવેશતી તમામ ચીજો અને વ્યક્તિઓ પર નજર રાખતા કસ્ટમ એન્ડ બોર્ડર ડિપાર્ટમેન્ટે આ નિર્ણય જાહેર કર્યો હતો. તેના કહેવા પ્રમાણે ચીન આ કપાસ ઉઈઘુર મુસ્લીમોને ગુલામ બનાવીને પેદા કરે છે. તેમની પાસેથી જબરદસ્તી મજૂરી કરાવવામાં આવે છે અને સુવિધાઓ આપવામાં આવતી નથી.

રેચલિફે કહ્યું હતું કે અનેક મોટી કંપનીઓ વિશ્વભરમાં વેપાર કરી રહી છે. પરંતુ આ મોટી કંપનીઓનું સંચાલન હકીકતે ચાઈનિઝ કમ્યુનિસ્ટ પાર્ટી કરે છે. એટલે સરવાળે જે-તે વેપાર પર ચીની સરકારનો કબજો ગણી શકાય. એ રીતે ચીની સરકાર જગત પર પ્રભાવ પાડી રહી છે.

રેચલિફની વાત સાચી પણ છે, કેમ કે ભારતમાં કેટલાય સ્ટાર્ટઅપ કે ઓનલાઈન બિઝનેસમાં ચીની કંપનીઓનું જ રોકાણ છે. ચીને જોકે આ દાવાને નકારતા કહ્યું હતું કે અમેરિકી અધિકારી કાલ્પનિક માહિતીના આધારે જૂઠ્ઠાણું ચલાવે છે. જે લોકો જિઆનઝિંગ વિસ્તારમાં કપાસના ખેતરોમાં કામ કરે છે, એ પોતાની મરજીથી કરે છે, અમે તેના પર કોઈ દબાણ કરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here