કોરોનાની રસી ખરીદવાની બાબતે ભારત અત્યારે દુનિયામાં પહેલા નંબરે છે. કોરોનાની રસી હજુ તો આવી નથી એ પહેલાં જ ભારતે સંભવિત એજન્સીઓને રસીના ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ભારત ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા પાસેથી ૫૦ કરોડ ડોઝ ખરીદશે. સૌથી વધુ અમેરિકન કંપની નોવાવેક્ષ પાસેથી ૧૦૦ કરોડ ડોઝ અને રશિયન રસી સ્પુતનિકના ૧૦ કરોડ ડોઝ ખરીદશે.

કોરોનાની વેક્સિન ખરીદીમાં ભારત અત્યારે વિશ્વમાં મોખરે

કોરોનાની વેક્સિન ખરીદીમાં ભારત અત્યારે વિશ્વમાં મોખરે છે. અમેરિકાની ડયૂક યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઈનોવેશન સેન્ટરનું માનીએ તો ભારતે કુલ ત્રણ એજન્સીઓને ૧૬૦ કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ગ્લોબલ હેલ્થ ઈનોવેશન સેન્ટરના આંકડા પ્રમાણે ભારત સૌથી વધુ ડોઝ અમેરિકાની નોવાવેક્ષના ખરીદશે.

નોવાવેક્ષના જ ભારતે ૧૦૦ કરોડ ડોઝ બુક કરાવી દીધા છે. એ પછીના ક્રમે ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા છે. ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાના ૫૦ કરોડ અને રશિયન રસી સ્પુતનિકના ૧૦ કરોડ મળીને ભારતે કુલ ૧૫૦ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે.

આટલા ડોઝથી દેશની ૮૦ ટકા વસતિને કવર કરી શકાશે

કોરોના

ભારતમાં અત્યારે કોરોના વેક્સિનનો સંગ્રહ અને વિતરણની વ્યવસ્થાની તૈયારી શરૃ થઈ છે. ભારતીય કંપનીઓ પણ કોરોનાની રસીનું પરીક્ષણ કરી રહી છે. એ દરમિયાન વિદેશી હેલ્થ એજન્સીઓની રસીના ડોઝનું બુકિંગ કરાવીને ભારતે રેકોર્ડ સર્જ્યો છે. નિષ્ણાતોના મતે ભારતે જે બુકિંગ કરાવી રાખ્યું છે તેનાથી દેશની ૮૦ ટકા વસતિને કવર કરી શકાશે.

ભારત ઉપરાંત અમેરિકાએ એસ્ટ્રાજેનેકાના ૫૦ કરોડ ડોઝ બુક કરાવ્યા છે. યુરોપિયન સંઘે ૪૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. બ્રિટને ૧૦ કરોડ ડોઝનું કહી રાખ્યું છે તો કેનેડાએ પણ બે કરોડ ઓર્ડર લખાવી રાખ્યા છે. ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની રસી દુનિયાની એક માત્ર એવી વિશ્વસનીય રસી સાબિત થઈ છે કે જેનું બુકિંગ તમામ દેશોએ કરાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here