રિઝર્વ બેંક દ્વારા દેશની જીડીપી વૃદ્ધિના અંદાજમાં સુધારો કરાતા શેરબજાર પર તેની સાનુકૂળ અસર જોવાઈ હતી. આ અહેવાલ સહિતના અન્ય અહેવાલો પાછળ સેન્સેકસે 45,000ની સપાટી કુદાવી વિક્રમ રચ્યો. બીજી તરફ નિફ્ટી પણ નવી ટોચે પહોંચ્યો હતો.ધિરાણ નીતિની સમીક્ષાના અંતે રિઝર્વ બેંક દ્વારા રેપોરેટને યથાવત રાખીને જીડીપી વૃદ્ધિના અગાઉના 9.5 ટકાના નેગેટીવ અંદાજને સુધારીને 7.5 ટકા નેગેટીવ મુકાયો હતો. આ અહેવાલની બજાર પર સાનુકૂળ અસર જોવાઈ હતી.

ઑલ ટાઇમ હાઇ પર બંધ થયુ સેન્સેક્સ

આ ઉપરાંત કોરોના વેકિસનની સફળતા બાદ ભારતમાં તેના ડિસ્ટ્રીબ્યુશન માટે નેટવર્ક ગોઠવાઈ રહ્યા હોવાના અહેવાલ તેમજ સપ્ટે. ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો એવરેજ પ્રોત્સાહક રહ્યાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર રહી હતી.

45000

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે નીકળેલી નવી લેવાલીએ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને પ્રથમ વખત 45000ની સપાટી કુદાવી 45148.28ની ઓલટાઇમ હાઈને સ્પર્શી કામકાજના અંતે 446.90 પોઈન્ટ ઉછળીને 45079.55ની વિક્રમી સપાટીએ મજબૂત રહ્યો હતો. એનએસઈ ખાતે નિફટી પણ ઈન્ટ્રાડે વધીને 13280.05નો નવો ઈતિહાસ રચીને કામકાજના અંતે 124.65 પોઈન્ટ વધીને 13258.55ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here