સૂરેન્દ્ર નગરનાં મૂળી તાલુકામાં એક ભેદી બનાવ બહાર આવ્યો છે. 25 વર્ષીય યુવતીને 45 વર્ષીય વયસ્કની સાથે પ્રેમ થઇ ગયો હતો તેમજ બન્ને લગ્ન પણ કરી લીધા હતા. તેમજ 6 વર્ષ સુધી સુખી લગ્નજીવન ભોગવ્યુ. તેમજ તે પછી અચાનક પતિ-પત્ની બન્નેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળેલ છે. ત્યારે આ બાબત એક રહસ્ય સર્ઝે છે.

મૂળી તાલુકાનાં સરા ગામમાં ફક્ત ફુલહાર પહેરાવી લગ્ન કરીને બન્ને ઘરમાં એક સાથે જ રહેતા 42 વર્ષીય યુવાન તેમજ 25 વર્ષીય યુવતીએ તેના જ ઘરમાં ગળેફાંસો ખાઇને તેમનું જીવન ટુકાવી લેવાની ઘટના બનતા ચકચાર ફેલાઇ હતી. શું તેમણે સાચે જ આપઘાત કર્યો છે કે તેમની હત્યા કરીને લાશને લટકાવી દીધી છે તે તપાસનો વિષય બન્યો છે.

પરિવારની મંજુરીથી લગ્ન કર્યા હતા…
મુળી તાલુકાનાં દાધોળીયા ગામમાં રહેતા હકાભાઇ વાણંદ પરિવારની સાથે સરા ગામમાં રહીને વાડી ભાગે રાખીને ખેતી કરતાં હતાં. એમની બાજુમાં બળદેવભાઇ વિરજીભાઇ વરમોરાની વાડી છે. બાજુ બાજુમાં રહેતા હોવાને લીધે એક બીજા પોતાની વાડીએ આવતા જતા હતા. ત્યારે હકાભાઇની દિકરી હેમા તેમજ બળદેવભાઇ વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. જોકે બન્નેની ઉંમરમાં ઘણો તફાવત હતો છતાં પણ એક બીજાએ સાથે રહેવાનું નકકી કર્યું હતું. જે વાતથી બન્નેનાં પરિવારનાં સભ્યો પણ સહમત થયા હતા. આથી 6 વર્ષ અગાઉ ફુલહાર કરીને બન્નેએ પરિવાર જનોની હાજરીમાં લગ્ન કર્યા હતાં.

હત્યા અથવા આત્મહત્યા?
મૃતક છેવાડાનાં ભાગે રહે છે. જો બંનેને સાથે મરવાની ઇચ્છા હોય તો એક જ રૂમમાં જોવા મળે પણ હેમાબેન દરવાજા પાસેનાં રૂમમાં તો બળદેવભાઇ થોડા દૂર આવેલ બીજા રૂમમાં લટકતી હાલતમાં દેખાતા શંકા વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here