દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત(Sushant Singh Rajput)ની સાથે આ વર્ષે આવેલી ફિલ્મ ‘દિલ બેચરા’(Dil Bechara)માં અભિનય કરનારી અભિનેત્રી સંજના સાંઘી(Sanjana Sanghi)એ IMDBની યાદીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે. સંજના સાંઘી(Sanjana Sanghi)ને એ અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવી છે જેમણે આ વર્ષે ફિલ્મ અને વેબ સિરીઝની દુનિયામાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું હોય. સંજના બાદ ‘મિર્ઝાપુર 2’ની ઇશા તલવાર(Isha Talvar), હર્ષિતા ગૌર(Harshita Gaur), સ્વસ્તિકા મુખર્જી(Swastika Mukharji) અને આહના કુમરા (Aahna Kumra) જેવી અભિનેત્રીઓ આ યાદીમાં સામેલ છે.about:blank

‘સ્કેમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ની શ્રેયા ધનવંતરી (Shreya Dhanvantari) આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત, આ યાદીમાં તૃપ્તિ ડિમરી, જયદીપ અહલાવત, નિત્યા મેનન અને નિહારિકા લાયરા દત્તનો પણ શામેલ છે. આ યાદી IMDB પ્રો સ્ટાર મીટર રેન્કિંગ્સમાંથી મેળવેલા ડેટાની મદદથી બનાવવામાં આવી છે, જે વાસ્તવમાં દર મહિનાના IMDB વિઝિટર્સના 20 કરોડથી વધુ પેજ વ્યૂ પર આધારિત હોય છે. સંજના સાંઘીએ આ વર્ષે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચરા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here