વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાંથી પીપીઇ કિટ પહરેલી નર્સની મળેલી હત્યા કરેલી લાશમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શિલ્પા પટેલ નામની આ નર્સની તેના જ પતિ જયેશ પટેલે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મળતી માહિતી મુજબ, આડા સંબંધોની આશંકાએ પતિએ માથામાં ફટકા મારીને પત્નીની હત્યા કરી છે. હરણી પોલીસે મૃતકના પતિને સકંજામાં લીધો છે. વૈકુંઠ એપર્ટમેન્ટ નજીકથી આ હત્યા કરેલી લાશ મળી હતી. શિલ્પા પટેલ મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ કોવિડ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર હતા. તેઓ ગોત્રી કોવિડ હોસ્પિટલમાં રાત્રી ફરજ પર જવા નીકળ્યા ત્યારે આ હત્યા કરાઇ હતી.