રાજધાની દિલ્હીમાં મોદી સરકાર સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને હવે બ્રિટનના સાંસદોનો પણ ટેકો મળ્યો છે. બ્રિટનના ૩૬ સાંસદોએ ખેડૂત આંદોલનના ટેકામાં બ્રિટનના વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે.

32 સાંસદોએ લખ્યો પત્ર
લેબર પાર્ટીના સાંસદ તનમનજીતસિંહના વડપણમાં ૩૬ બ્રિટિશ સાંસદોએ બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રાવને ભારત પર દબાણ બનાવવા રજૂઆત કરી છે. બ્રિટિશ સાંસદ તનમનજીતસિંહે કિસાન આંદોલનને લઇને ચિંતા વ્યકત કરી છે. આ આંદોલનને બ્રિટનમાં રહેતા શીખો માટે પણ ચિંતાજનક ગણાવ્યુ છે.
કૃષિ કાયદાને ગણાવ્યો સમસ્યારૂપ
તેમણે પંજાબની ત્રીસ ટકા વસતી કૃષિ સાથે સંકળાયેલી હોવાનુ જણાવી આ કાયદા પંજાબ માટે મોટી સમસ્યારૂપ બન્યાનુ જણાવ્યુ છે. મહત્વનુ છે કે આ આંદોલનને લઇને તનમનજીતસિંહે ગત ર૮ નવેમ્બરે વર્ચયુઅલ બેઠક પણ કરી હતી. જેમાં ૧૪ સાંસદોએ ભાગ લીધો હતો.