સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ દૂષ્યંત દવેએ એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોના કેસ હું મફત લડીશ. અગાઉ આ જ ધારાશાસ્ત્રીએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને રિપબ્લિક ટીવી ચેનલના અર્ણબ ગોસ્વામીની જામીન અરજીને અગ્રતા કેમ આપી એવો પ્રશ્ન ઊઠાવ્યો હતો. હવે તેઓ કહે છે કે હું ખેડૂતોની સાથે છું.
પીએમનું પૂતળુ બાળવાની ખેડૂતોની જાહેરાત
ખેડૂતોના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે આજે મંત્રણાનો પાંચમો દોર શરૂ થશે ત્યારે ખેડૂતોના એક જૂથે એવી જાહેરાત કરી હતી કે શનિવારે અમે વડા પ્રધાનનું પુતળું બાળીશું.
દૂષ્યંત દવેના આ અભિપ્રાયને ટાંકીને અન્ય એક ધારાશાસ્ત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ જ્યારે એમ કહેતા હોય કે આ કાયદા ખેડૂતોના હિતમાં નથી ત્યારે સરકારે આ મુદ્દે ફેરવિચાર કરીને કાયદા રદ કરવા જોઇએ. સરકાર મમતે ચડી હતી એ યોગ્ય નથી.
ખેડૂતો વાતચીત પહેલા પીએમ મોદીએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર 10મા દિવસે પણ અડગ છે. આજે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમા તબક્કાની ચર્ચા થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આજે બપોરે 2 વાગે ખેડૂતો સાથે એક બેઠક નિર્ધારિત છે. મને આશા છે કે ખેડૂતો સકારાત્મક વિચારશે અને પોતાનું આંદોલન સમાપ્ત કરશે.
મીટિંગમાં અમિત શાહ સહિત આ દિગ્ગજો પહોંચ્યા
ખેડૂતોના મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા. આજે ખેડૂત સંગઠનો સાથે પાંચમા તબક્કાની બેઠક પહેલા આ મોટી મીટિંગ થઇ રહી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ ઉપસ્થિત છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ મીટિંગમાં સામેલ થવા પહોંચ્યા છે.
સાથે જ કિસાન મહાપંચાયતના નેતા રામપાલ જાટે કહ્યું કે સરકારે ત્રણ કાળા કાયદાને પરત લેવાની ઘોષણા કરવી જોઇએ અને તેમણે લેખિતમાં આપવુ પડશે કે એમએસપી જારી રહેશે. જો આજની વાતચીતથી કોઇ સકારાત્મક પરિણામ નહી આવે તો રાજસ્થાનના ખેડૂત એનએચ-8 સાથે દિલ્હી તરફ કૂચ કરશે અને જંતર મંતર પર ધામા નાંખશે.
ખેડૂતોએ ચર્ચા પહેલા માંગ પર અડગ, કોઈ સંશોધન સ્વીકારવા નથી તૈયાર
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ તેજ થતું જય રહ્યું છે. શનિવારે સરકાર સાથે પાંચમા તબકાની વાતચીત થતા પહેલા જ કિસાનોએ મોટી જાહેરાત કરી દીધી છે. ખેડૂત સંગઠનોએ આજે વડાપ્રધાન મોદીના પૂતળાનું દહન કરવાની જાહેરાત કરી છે તો સાથે જ 8 ડિસેમ્બરના રોજ ભારતબંધનું પણ એલાન કર્યું છે.
ખેડૂતોએ આપ્યું ભારતબંધનું એલાન
ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લખોવાલે જણાવ્યું છે કે 8 ડીએસમ્બરના રોજ દેશભરમાં પીએમ મોદીના પૂતળાનું દહન કરવામાં આવશે. સાથે જ તેમને જણાવ્યું છે કે તેઓએ 8 ડિસેમ્બરના રોજ ભારતબંધનું એલાન કર્યું છે.