રાજ્યમાં આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા હજી સત્તાવાર જાહેરાત નથી કરાઈ. સુત્રોથી મળતી માહીતી પ્રમાણે રાજય ચૂંટણી પંચે જે મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લા પચાયતની ચૂંટણી માટે કલેક્ટરને ચૂંટણીલક્ષી વ્યવસ્થા કરવા મૌખિક સૂચન કર્યું છે. અને ચૂંટણી કમિશનરે 6 મનપાના કલેકટરને પત્ર લખ્યો છે. ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તો સરકાર બે માસ માટે વહીવટદાર નીમી શકે તેવી પણ શકયતા છે.

રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકા માટે આગામી સમય ચૂંટણી યોડાવાની છે. 6 મનપાની મુદ્દત 13 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની છે. ત્યારે ચૂંટણી અંગે ચૂંટણી કમિશનર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here