સુરતમાં મહિલા પીએસઆઇએ આપઘાત કર્યો છે. શહેરના ઉધન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.બી જોષીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી મોતને વ્હાલુ કર્યુ. પીએસઆઈના આપઘાતની ઘટનામાં પોલીસને સુસાઈડ નોટ મળી આવી. તેમા તેમણે જણાવ્યુ હતુ કે, હવે જીવવું અઘરૂ છે. મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી. મળતી માહિતી પ્રમાણે સુસાઈડ કરનાર મહિલા પીએસઆઈની આજે મેરેજ એનિવર્સરી હતી અને તેનો પતિ સાથે ઝઘડો થયો હતો.

મૃતક પીએસઆઇના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે. પતિએ ઘરનો દરવાજો ન ખોલતા ક્વાર્ટરમાંથી લાઈન મેનને બોલાવી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here