પોતાના નિવેદનોને લઇ મોટાભાગે વિવાદોમાં રહેતા પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ (Yograj Singh) એ આ વખતે હિન્દુ (Hindu)ઓને લઇ આપત્તિજનક ટિપ્પણી કરી છે. પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh)ના પિતા યોગરાજ ખેડૂત આંદોલન (Farmer Protest)ને સમર્થન કરવા ગરમ્યાન ભાષણ આપતા દેખાયા હતા.

યોગરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. તેમાં તેઓ હિન્દુ મહિલાઓ પર ખૂબ જ આપત્તિજનક વાતો કહેતા દેખાય છે. તેમના આ નિવેદનથી આક્રોશિત લોકોએ તેમની ધરપકડ કરવાની માંગણી કરી છે. ટ્વિટર પર ‘Arrest Yograj Singh’ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

કેટલાંય લોકોએ યોગરાજના ભાષણને નિંદનીય, ભડકાઉ, અપમાનજનક, અને ધૃણાસ્પદ ગણાવ્યું છે. યોગરાજ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે તેમાં તેઓ હિન્દુઓ માટે ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કરતાં દેખાઇ રહ્યા છે. તેઓ કહેતા નજર આવી રહ્યા છે કે, ‘આ હિન્દુ ગદ્દાર છે, સો વર્ષ મુગલોની ગુલામી કરી.’ એટલું જ નહીં તેમણે મહિલાઓને લણ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

યોગરાજ એ આની પહેલાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇ નિવેદન આપી વિવાદ ઉભો કરી દીધો હતો. જ્યારે તેમના દીકરા યુવરાજ સિંહને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી રહી નહોતી.

મોટી સંખ્યામાં ખેડૂત દિલ્હીની બોર્ડર પર નવા કૃષિ કાયદાની વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. કેટલીય જગ્યાએ આંદોલન થઇ રહ્યા છે અને ક્રિકેટથી લઇ બોલિવુડ જગતની મોટી હસતીઓ ખેડૂતોનું સમર્થન કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here