વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનને લઈને વ્યક્ત કરેલા આશાવાદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સજ્જ થઇ રહ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં કોરોના વેક્સીન તૈયાર થઇ જશે. જેને લઈને વહીવટી તંત્રએ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે.

અમદાવાદમાં કોરોનાના વધી રહેલા વચ્ચે તંત્ર દ્વારા રસી માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ કલેક્ટર કચેરીએ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને તેના માટે તાલીમ પણ શરૂ કરવામાં આવી છે, અમદાવાદના ક્લેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યુ હતુ કે, ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પહેલા કુલ પોણા ત્રણ લાખ લોકોને રસી આપવામાં આવશે.